તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:1800 કરોડના નિકાસ ગોટાળાનું મુખ્ય કેન્દ્ર મુંબઈમાં: DRIએ પકડ્યું કૌભાંડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કૌભાંડમાં દિલ્હી- સુરત- મુંબઈમાં ત્રણ મોટા માથાની ધરપકડ કરવામાં આવી

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા રૂ. 1800 કરોડનું મસમોટું નિકાસ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર મુંબઈમાં નીકળ્યું છે. આ સંબંધમાં હમણાં સુધી ત્રણ મોટાં માથાંની ધરપકડ કરવામાં આવી છે. સરકારનાઆયાતનિકાસના કોડનો દુરુપયોગ કરીને આરોપીઓએ નિકાસ વળતર મેળવીને કરોડોની છેતરપિંડી કરી હોવાનું ડીઆરઆઈ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે. માલોની નિકાસ કરનારને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય વિશેષ પ્રોત્સાહન આપે છે.

આ માટે નિકાસ શુલ્કનું વળતર પણ મળે છે. આ વળતર મેળવવા માટે નિકાસ પ્રોત્સાહન પરિષદ પાસે નોંધણી કરાવીને નિકાસ કોડ લેવો પડે છે. આ કોડનો દુરુપયોગ ડીઆરઆઈએ ખુલ્લો પાડ્યો છે. આયાતનિકાસ કોડનો દુરુપયોગ કરીને નિકાસ વળતર મેળવતી ટોળકી સક્રિય છે.

આ ટોળકી આયાતનિકાસનો કોડ ઉપયોગ કરીને નકલી નિકાસની રસીલો બનાવે છે. તેને આધારે વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. જોકે તે વસ્તુ હલકી ગુણવત્તાની અથવા રસીદ પર નોંધ કરેલી કિંમત કરતાં બહુ ઓછા મૂલ્યની હોય છે. આવી નિકાસની વધારાની રકમની રસીદ તે ટોળકી દ્વારા રજૂ કરાતી હતી અને તેને આધારે નિકાસ શુલ્કનું વળતર મેળવવામાં આવતું હતું. ડીઆરઆઈની મુંબઈ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

100થી વધુ બોગસ કંપનીઓ
ડીઆરઆઈએ જણાવ્યું કે તપાસમાં આ ગોટાળો રૂ. 1800 કરોડથી વધુનો હોવાનું હમણાં સુધીની તપાસમાં બહાર આવ્યું છે. આ આંકડો વધી પણ શકે છે. આ પ્રકરણે રાજન સારંગ અને પ્રશાંત મોડક એમ બે જણની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં નીતિન ચૌહાણનું નામ બહાર આવ્યું હતું.

નીતિન ચૌહાણ ગોટાળા માટે જરૂરી કોડ જમા કરવાનું કામ કરતો હતો. ઉપરાંત રસીદ તૈયાર કરવી, જરૂર જણાય તો આર્થિક સહાય ઊભી કરવી અને વળતર પ્રાપ્ત થયા પછી રોકડનું વ્યવસ્થાપન કરવું એવી કામો તે કરતો હતો. તેને ભાયંદર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ ત્રણેય ગોટાળાના સૂત્રધાર છે. આ ગોટાળો એકસાથે મુંબઈ, સુરત અને દિલ્હીમાં લાવવામાં આવતો હતો. આ માટે ટોળકીએ 124 બોગસ કંપનીઓ સ્થાપી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...