તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માછીમારો માટે ~ 1.80 કરોડનો ખર્ચ કરાશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહાપાલિકાના મહત્ત્વકાંક્ષી કોસ્ટલ રોડ પ્રકલ્પને લીધે કેટલા માછીમારોનું નુકસાન થશે એનો અભ્યાસ કરવા માટે મહાપાલિકાએ આખરે પગલાં ભર્યા છે. આ બાબતનું સર્વેક્ષણ કરવા માટે મહાપાલિકા સલાહકારો નિમશે. એના માટે રૂ. 1,80,00,000નો ખર્ચ કરવામાં આવશે.

કોસ્ટલ રોડ પ્રકલ્પ ચાલુ થઈને બે વર્ષ વીત્યા બાદ હવે મહાપાલિકાએ માછીમારોનું સર્વેક્ષણ કરવા માટે તૈયારી શરૂ કરી છે. પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સીલિન્ક દરમિયાન કોસ્ટલ રોડ પ્રકલ્પનું કામ કરવામાં આવશે. મહાપાલિકા એના માટે રૂ. 12,000 કરોડનો ખર્ચ કરશે. કોસ્ટલ રોડ માટે સમુદ્રમાં 90 હેકટર સુધી ભરાવ નાખવામાં આવશે. તેથી દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મૂકાશે અને માછીમારી પર આધાર રાખતા માછીમારોનું ગુજરાન બંધ થશે એવો ડર માછીમાર સંગઠનોએ વ્યક્ત કર્યો હતો અને પ્રકલ્પ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો