તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતોની વણઝાર:રેલવેના પાટા ઓળંગતા 3 દિવસમાં 18ના મૃત્યુ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે પ્રતિબંધના સમયમાં સ્ટેશનમાં પ્રવેશ મેળવવા પાટા ઓળંગનારાનો ઉમેરો

ઉપનગરીય રેલવે માર્ગ પર પાટા ન ઓળંગવાની હાકલ રેલવે પ્રશાસન વારંવાર કરે છે છતાં એના પર દુર્લક્ષ કરવાને કારણે અનેક જણના મૃત્યુ થાય છે. એમાં હવે પ્રતિબંધોને કોરાણે મૂકીને રેલવે સ્ટેશનમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશદ્વારના બદલે રેલવે પાટા ઓળંગીને સ્ટેશનમાં પ્રવેશ કરનારાઓનો ઉમેરો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈમાં ઉપનગરીય ક્ષેત્રમાં રેલવેના પાટા ઓળંગતા 18 નાગરિકોના મૃત્યુ થયા છે.

છેલ્લા ત્રણ દિવસ એટલે કે 10, 11 અને 12 જુલાઈના પાટા ઓળંગતા 18 નાગરિકો લોકલ અથવા મેલ-એક્સપ્રેસ સાથે ટકરાઈને મૃત્યુ પામ્યા છે. એમાં 10 જુલાઈના 7 જણ, 11 જુલાઈના 8 અને 12 જુલાઈના 3 જણના મૃત્યુ થયા છે. કુર્લાથી ચુનાભઠ્ઠી, કોપરખૈરણેથી તુર્ભે, ભાયખલા સ્ટેશન નજીક, ભાયખલાથી સેન્ડહર્સ્ટ રોડ, મુલુંડથી થાણે, મુલુંડથી નાહૂર, કાંજુરમાર્ગથી વિક્રોલી, ઠાકુર્લીથી કલ્યાણ, વિઠ્ઠલવાડી સ્ટેશન, આસનગાવ, પ્રભાદેવીથી લોઅર પરેલ, અંધેરીથી વિલેપાર્લે, મલાડથી કાંદિવલી સ્ટેશન દરમિયાન ત્રણ દિવસમાં આ અકસ્માત થયા છે.

આસનગાવ સ્ટેશન નજીક 10 જુલાઈની નાની બાળકીનું પણ રેલવે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હેમાંગી રેપે (30) પોતાની બે વર્ષની પુત્રીને લઈને પાટા ઓળંગતી હતી ત્યારે તપોવન એક્સપ્રેસની ટક્કર લાગતા એનું મૃત્યુ થયું હતું.

સ્ટેશનમાં પ્રવેશ મેળવવાના પ્રયત્ન : કોરોનાની બીજી લહેરમાં ફક્ત અત્યાવશ્યક કર્મચારીઓને જ લોકલમાં પ્રવાસ કરવાની છૂટ છે. છતાં સામાન્ય પ્રવાસીઓ પણ લોકલમાં પ્રવાસ કરવા ફાંફા મારે છે. લોકલની ટિકિટ બારી પર મળતી નથી. તેથી અનેક જણ વિવિધ માર્ગે સ્ટેશનમાં પ્રવેશ કરીને લોકલમાં પ્રવાસ કરે છે. તેમ જ પ્રવાસ કર્યા પછી ટીસીની નજરથી બચવા અનેક જણ સ્ટેશનના પ્રવેશદ્વારમાંથી બહાર નીકળવાના બદલે પાટા ઓળંગે છે.

અકસ્માતોનું પ્રમાણ યથાવત
મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં પાટા ઓળંગતા 2020માં લોકલ કે એક્સપ્રેસ ટ્રેનની ટક્કર લાગતા 730 જણના મૃત્યુ થયા અને 129 જણ જખમી થયા. 2019માં 1455 જણના મૃત્યુ અને 276 જખમી થયા. 2020માં માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ થયો અને રેલવે પ્રવાસ પર બંધી મૂકાઈ. પણ પાટા ઓળંગતા અકસ્માત થવાનું પ્રમાણ ખાસ ઓછું થયું નથી.

અન્ય સમાચારો પણ છે...