મતદારોની સંખ્યામાં વધારો:રાજ્યમાં 17 લાખ મતદાર વધ્યાઃ કુલ 9 કરોડથી વધુ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંદિયા, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં મહિલા મતદારો વધુ

રાજ્યમાં મતદાર પુનઃનિરીક્ષણ કાર્યક્રમ પૂરો થયો છે. તેમાં 17 લાખ મતદારોનો વધારો થયો છે, જે સાથે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 9 કરોડથી વધુ થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે મુંબઈમાં પુરુષો અને મહિલા મતદારોમાં તફાવત વધ્યો છે ત્યારે વિદર્ભ અને કોંકણમાં ત્રણ જિલ્લામાં મહિલા મતદારોનું પ્રમાણ પુરુષ મતદારો કરતાં વધુ છે.નવેમ્બર 2021માં શરૂ થયેલો મતદાર પુનઃનિરીક્ષણ કાર્યક્રમ 1લી જાન્યુઆરી, 2022ના રોજ પૂર્ણ થયો. આ ફેરીમાં નિધન અને બોગસ મતદારોને લીધે 63 હજાર મતદારો ઓછા થયા છે.

ગત પુનઃનિરીક્ષણ કાર્યક્રમમાં રાજ્યમાં 8 કરોડ 96 લાખ મતદારો હતા. હવે તે આંકડો 9 કરોડ 10 લાખ જેટલો થયો છે. તેમાં 4 કરોડ 80 લાખ પુરુષ મતદારો હોઈ 4 કરોડ 40 લાખ મહિલા છે. આ જ રીતે 3 હજાર 520 તૃતીયપંથી મતદારો છે. મુંબઈમાં 99 લાખ 60 હજાર મતદારો છે. તેમાં આ વખતે 1 લાખ 70 હજાર મતદારોનો વધારો થયો છે. મુંબઈમાં 54 લાખ પુરુષ મતદારો હોઈ 45 લાખ મહિલા મતદારો છે. મુંબઈમાં પુરુષ અને મહિલા મતદારોમાં મોટો ફરક છે. 1 હજાર પુરુષ સામે 830 મહિલા મતદારો છે.

આમ છતાં રાજ્યના ત્રણ જિલ્લામાં મહિલા મતદારોની ટકાવારી વધી છે. ગોંદિયામાં 5 લાખ 40 હજાર પુરુષ મતદારો હોઈ 5 લાખ 50 હજાર મહિલા મતદારો છે. કોંકણમાં રત્નાગિરિમાં 6 લાખ 40 હજાર પુરુષ મતદારો હોઈ 6 લાખ 90 હજાર મહિલા મતદારો છે. સિંધુદુર્ગમાં 3 લાખ 35 હજાર પુરુષ મતદારો પાછળ 3 લાખ 37 હજાર મહિલા મતદારો છે. ગયા વર્ષે રાજ્યમાં 100 પુરુષો સામે 913 મહિલા મતદારો હતી. આ વખતે તેમાં એકથી વધારો થયો હોઈ એક હજાર પુરુષ સામે 914 મહિલા મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...