તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના સંકટ સમયમાં ઘરબાર ભૂલીને મુંબઈગરાઓની સુરક્ષા માટે કામ કરતા 184 કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ કર્મચારીઓના વારસદારોને મહાપાલિકાની સેવામાં સમાવી લેવા પ્રશાસને અનુકંપાના ધોરણને હળવો બનાવ્યો છે. તેથી અત્યાર સુધી વિવિધ પ્રશાસકીય પ્રક્રિયા પૂરી થઈને 17 જણને મહાપાલિકામાં નોકરી મળી છે. કોરોના રોકવા માટે મહાપાલિકાના આરોગય વિભાગ સહિત તમામ કર્મચારીઓએ જીવની પરવા કર્યા વિના કામ કર્યું. અત્યાર સુધી લગભગ 5000 કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું જેમાંથી 184 જણ મૃત્યુ થયા છે. આ તમામ કર્મચારીઓની જવાબદારી મહાપાલિકાએ લીધી છે. મહાપાલિકાએ પોતાના કર્મચારીઓના કુટુંબીઓને દરેકને રૂ. 50,00,000ની આર્થિક મદદ અને મહાપાલિકામાં નોકરી આપવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર 40થી વધારે જણને આર્થિક મદદ મળી છે અને અન્ય પ્રકરણો પ્રશાસકીય કાર્યવાહીમાં છે.
મહાપાલિકામાં ફક્ત ઘનકચરો વ્યવસ્થાપન વિભાગના સફાઈ કામદારો માટે અનુકંપાનું ધોરણ છે. કોઈ સફાઈ કામદારનું મૃત્યુ થાય તો એના કુટુંબમાંથી એક જણ મહાપાલિકાની સેવામાં સમાવવામાં આવે છે. આ જ ધોરણ હવે કોરોના સમયમાં લડનારા કર્મચારીઓના કુટુંબ માટે લાગુ કરવામાં આવ્યું છે.
બ,ક, ડ, શ્રેણીમાં પદ નિર્માણ કરવામાં આવ્યા
સફાઈ કામદારોના સગાસંબંધીઓને ફક્ત ક અને ડ શ્રેણીમાં નોકરી મળે છે. કોરોનામાં કામ કરતા કર્મચારીઓના કુટુંબીઓને શૈક્ષણિક પાત્રતા અનુસાર બ, ક, ડ એમ 3 શ્રેણીમાં નોકરીની તક આપવામાં આવી છે. તેમના માટે કાર્યકારી સહાયક (એક્ઝિક્યુટીવ આસિસ્ટંટ) પદ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રતીક્ષા યાદીમાં તેમને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના સામાન્ય પ્રશાસન વિભાગના સહઆયુક્ત મિલિન સાવંતે આપી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.