આ વખતે રાજ્યમાં માર્ચ મહિનાથી વિક્રમી તાપમાનની નોંધ થઈછે. વાતાવરણમાં સતત બદલાવને લીધે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. રાજ્યમાં દર વર્ષે 1 માર્ચથી 31 જુલાઈના સમયગાળામાં ઉષ્ણતા સંબંધી વિકારોનું રોજિંદું સર્વેક્ષણ કરવામાં આવે છે. આ મુજબ 6 મે, 2022 સુધી કુલ 467 હીટવેવના દર્દી નોંધાયા છે, જ્યારે જિલ્લા મૃત્યુ અન્વેષણ સમિતિએ કુલ 17 મૃત્યુની નોંધ કરી છે.
રાજ્યના દરેક જિલ્લામાં હીટવેવ મૃત્યુ અન્વેષન સમિતિ નીમવામાં આવી છે. આ સમિતિએ દર્દીઓનાં લક્ષણો, દર્દીની થનારી અન્ય બીમારી, દર્દીને તાપમાં કામ કરવા સંબંધની માહિતી અને સંબંધિત સ્થળનું તાપમાન, ભેજ જેવી બાબતોને ધ્યાનમાં લઈને દરેક જિલ્લામાં ઉષ્ણતાને લીધે થતી હાનિ ટાળવા માટે હીટ એકશન પ્લાન અર્થાત ઉષ્ણા પ્રતિબંધક કૃતિ યોજના બનાવી છે.રાજ્ય અને જિલ્લા સ્તરે ઉષ્ણતાનો વિવિધ વિકાર અને તેની પરના ઉપચાર બાબતે ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને સર્વ જિલ્લાને આ સંબંધમાં માર્ગદર્શક સૂચના આપવામાં આવી છે.
ક્યાં કેટલાં મૃત્યુ
ઔરંગાબાદમાં 2, લાતુરમાં 1, નાશિકમાં 4, અકોલા 1, નાગપુરમાં 9 જણનાં મોત નોંધાયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.