કામગીરી:ફિલ્મસિટીના વિકાસ માટે 17 કંપનીઓએ પ્રતિસાદ આપ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં 221 એકરમાંથી માત્ર 23 એકર જગ્યાનો વિકાસ કરાશે

ગોરેગાવ સ્થિત દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી અર્થાત ફિલ્મસિટી ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ માટે અત્યારે ઉપલબ્ધ પાયાભૂત સુવિધાઓમાં ઉમેરો કરીને અમેરિકાની યુનિવર્સલ અથવા લંડનની પાયોનિયરના પ્રમાણે વિકાસ કરવાની પ્રક્રિયા પ્રગતિ કરી રહી છે. એના માટે બે મહિના પહેલાં કાઢવામાં આવેલા ટેંડરને (એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ)ને 17 કંપનીઓએ પ્રતિસાદ આપ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ મુંબઈના ફિલ્મ વ્યવસાયિકો માટે પોતાના રાજ્યમાં લાલ જાજમ બિછાવવામાં આવશે એવું આશ્વાસન મુંબઈ આવીને આપ્યું હતું.

નોઈડામાં આંતરરાષ્ટ્રીય દરજ્જાની ફિલ્મસિટી તૈયાર કરવાના પ્રયત્નની ઉતરપ્રદેશ સરકારે શરૂઆત કરી છે. મુંબઈમાં મનોરંજન ઉદ્યોગ (બોલીવુડ)ને ટકાવવા માટે રાજ્ય સરકાર શું કરશે એની જોરદાર ચર્ચા શરૂ થઈ હતી. એ પછી ફિલ્મસિટીના વિકાસની યોજના તૈયાર કરીને રાજ્ય સરકાર આ ઉદ્યોગ ટકાવી રાખવાના પ્રયત્ન કરે છે એવો સંદેશ આપવામાં આવ્યો. પ્રથમ તબક્કામાં અહીંની 221 એકર જમીનમાંથી 23 એકરનો વિકાસ કરવામાં આવશે. એના માટે 17 કંપનીઓએ રસ દેખાડ્યો છે એમ મહારાષ્ટ્ર ચિત્રપટ, રંગભૂમિ અને સાંસ્કૃતિક વિકાસ મહામંડળના કાર્યકારી સંચાલક મનીષા વર્માએ જણાવ્યું હતું.

ગોરેગાવ ફિલ્મસિટીના વિકાસની પ્રક્રિયા પ્રગતિ પર છે છતાં મુંબઈ અને આસપાસના પરિસરમાં ફેલાયેલા સંપૂર્ણ મનોરંજન ઉદ્યોગને સમાવી લેવાની આ ફિલ્મસિટીની ક્ષમતા મર્યાદિત છે. 1977માં એ સમયના રાજ્યના રાજકીય નેતૃત્વએ દીર્ઘદષ્ટિ દેખાડીને આ ઉદ્યોગ માટે પાયાભૂત સુવિધાઓ ઊભી થાય એ માટે ફિલ્મસિટી તૈયાર કરી. અત્યારે મનોરંજન ક્ષેત્રમાંથી મળતી કુલ આવકમાંથી રૂ. 40,000 કરોડની આવક ફક્ત મુંબઈમાંથી મળે છે. મુંબઈનો આ ચહેરો ટકાવી રાખવો હશે તો ફક્ત ગોરેગાવની ફિલ્મસિટીનો વિકાસ કરીને નહીં ચાલે. મુંબઈ અને આસપાસના પરિસરમાં ફેલાયેલા આ ક્ષેત્રને એક છત્ર હેઠળ લાવતી પ્રતિચિત્રનગરીની મુંબઈને જરૂર છે એવી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવે છે.

આગળ શું થશે? - ફિલ્મની નિર્મિતી પહેલાં અને પછી જરૂરી ઈનડોર અને આઉટડોર શૂટિંગના સ્થળો, વીએફએક્સ, ડિજિટલ એનિમેશન, સાઉન્ડ મિક્સિંગ, જેવી તમામ સુવિધાઓ સાથે જ ફિલ્મસૃષ્ટિનો ઈતિહાસ જણાવતું મ્યુઝિયમ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. લગભગ 32 સ્ટુડિયો અહીં ઊભા થશે. ટૂંકમાં કોઈ પણ ફિલ્મ કે સીરિયલના શૂટિંગ માટે મુંબઈની બહાર અથવા વિદેશ જવાની જરૂર નહીં રહે.

અત્યારની સ્થિતિ
ગોરેગાવમાં 1977માં બનાવેલી અને 521 એકરમાં ફેલાયેલી ફિલ્મસિટીનું વ્યવસ્થાપન મહામંડળ સંભાળે છે. અહીં અત્યારે 16 એસી સ્ટુડિયો, 90 મેકઅપ રૂમ, 44 આઉટડોર શૂટિંગ લોકેશન, હેલિપેડ, તળાવ, મંદિર વગેરે વ્યવસ્થા છે. કેટલીક જગ્યા વ્હિસલીંગ વૂડ્સ નામની ખાનગી સંસ્થાને આપવામાં આવી છે. બાકીની 221 એકર જગ્યાનો તબક્કાવાર વિકાસ કરવાની યોજના છે. પહેલા તબક્કામાં 23 એકર જમીનનો સાર્વજનિક-ખાનગી ભાગીદારીના (પીપીપી) ધોરણે વિકાસ માટે 28 જૂનના મહામંડળે ટેંડર મગાવ્યા હતા. એ પછી ટેંડરને પંદર દિવસનો મુદતવધારો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...