તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:બાઈકસવારને બચાવવા જતાં બસને અકસ્માતમાં 16 ઘાયલ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિક્રોલીમાં પુલ ચઢવા દરમિયાન એક બાઈક સવારને બચાવવા જતાં બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં 16 પ્રવાસી ઘાયલ થયા હતા. જોકે બધા જોખમથી બહાર છે.શનિવારે સવારે 10.45 વાગ્યે બસ માર્ગ નં. 27ની ભાડાંના ધોરણે ચલાવવામાં આવતી બસ ભાંડુપ સોનાપુરથી વરલી ડેપો તરફ જતી હતી. તે વિક્રોલીમાં ગોદરેજ કંપની નજીક પુલ પરથી જતી હતી ત્યારે એક બાઈકસવાર અચાનક સામે આવી ગયો હતો.તેને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસને જમણી તરફ વાળી દીધી હતી. આને કારણે બસ ડિવાઈડર પર જોરથી અથડાઈને જમણી બાજુ વધુ પડતી ઘૂસી ગઈ હતી, જેમાં 16 પ્રવાસીને ઈજા પહોંચી હતી. બસના એક ભાગને નુકસાન થયું હતું. સાત પ્રવાસીને રાજાવાડી અને 8 પ્રવાસીને વિક્રોલીની આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે એક પ્રવાસીના સાયન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બધા જોખમથી બહાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો