નવી કંપનીઓની નોંધણીમાં કાયદાનું ઉલ્લંઘન કરવા માટે અને ભારતીય કંપનીઓના છેતરપિંડીથી ડાયરેક્ટર બનવા માટે 40 ચીની નાગરિકો સાથે 60 વિદેશી નાગરિકો સહિત 150 જણ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા 34 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.આ એફઆઈઆર 1લી એપ્રિલથી 15મી એપ્રિલ વચ્ચે નોંધવામાં આવી હતી.
મંગળવાર સુધી હજુ ચાર વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.150 આરોપીમાં 60 વિદેશી છે, જેમાં 40 ચીનના નાગરિકો છે અને બાકી સિંગાપોર, યુકે, તાઈવાન, યુએસએ, સાઈપ્રસ, યુએઈ અને સાઉથ કોરિયાના છે. પ્રાથમિક તપાસ અનુસાર આરોપીએ આરઓસી (રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ)ને ખોટાં નિવેદનો આપ્યાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.
અમુક કેસમાં કંપનીઓનું સંદેશવ્યવહારનું સરનામું બદલી કરેલું જણાયું હતું. 34 એફઆઈઆરમાં 30 ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, 30 કંપની સેક્રેટરી અને કંપનીઓના ડાયરેક્ટરોનો સમાવેશ થાય છે. આરઓસી, મુંબઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર વિદેશી નાગરિકો ભારતમાં રચિત કંપનીઓના છેતરપિંડીથી ડાયરેક્ટર અને માલિક બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.