તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી આર્થિક સ્થિતિ:બેસ્ટ કામદારોને ગત માર્ચના પગારમાં 15 હજારની ચિલ્લર

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 5 અને 10 રૂપિયાના સિક્કાઓ અને નોટો ચુકવાઈ

બેસ્ટ ઉપક્રમની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે એનો પુરાવો કર્મચારીઓને તેમના પગારમાં જોવા મળે છે. બેસ્ટ કામદારોને પગારમાં કેટલીક રકમ ચિલ્લરના રૂપે આપવાની પદ્ધતિ હજી પણ ચાલુ છે. માર્ચના પગારમાં તો એમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. બેસ્ટના કર્મચારીઓને માર્ચ મહિનાના પગારમાં રૂ. 15,000ની ચિલ્લર આપવામાં આવી છે. આ રકમ રૂ. 5 અને રૂ. 10ના સિક્કાઓ અને નોટોના સ્વરૂપમાં છે.

બેસ્ટની પરિવહન સેવાથી ઉપક્રમના ખાતામાં દરરોજ રૂ. 5 અને રૂ.10ના સિક્કાઓ મોટી સંખ્યામાં જમા થાય છે. આ ચિલ્લર બેંકમાં જમા કરવા માટે એક મોટી સાર્વજનિક બેંક સાથે કરાર કરવા માટે બેસ્ટ સમિતિએ ઉપક્રમને મંજૂરી આપી છે. પણ એમ હજી થયું ન હોવાથી જાન્યુઆરી 2021થી ચિલ્લર એમ જ પડી રહી છે. સિક્કાઓનો આ ડુંગર ઓછો કરવા માટે કામદારોને પગારમાં ચિલ્લર આપવાની સંકલ્પના અમલમાં મૂકવામાં આવી હતી. 2019માં ચિલ્લરની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઉપક્રમે આ ઈલાજ શોધ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનાનો પગાર આપતા બેસ્ટે રૂ. 15,000ની રકમ ચિલ્લરના સ્વરૂપે આપી છે.

બેસ્ટ ઉપક્રમમાં તાજેતરમાં થયેલી બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હતી. બેસ્ટ ઉપક્રમમાં મનુષ્યબળ લગભગ 40,000 સુધી છે. એમાંથી મોટા ભાગનાને ચિલ્લરના રૂપમાં પગાર આપવામાં આવે છે. ચિલ્લરથી છૂટકારો મેળવવા માટે કામદારોના માથે એ મારવામાં આવે છે એવી ટીકા પણ થઈ છે. બેઠકમાં પણ બેસ્ટ સમિતિના સભ્યોએ આ પ્રશ્ને પ્રશાસનનું ધ્યાન ખેંચ્યું છે એમ બેસ્ટ સમિતિના ભાજપના સભ્ય સુનિલ ગણાચાર્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો