તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ધારાવીમાં ગેસ સિલિંડર ફાટતાં 15 દાઝ્યા, 5ની હાલત ગંભીર, ત્રણનાચહેરા દાઝ્યા, ઈજાગ્રસ્તોમાં 5 મહિલાઓ અને ત્રણ નાના બાળક

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધારાવીમાં ગેસ ગળતર બાદ ગેસ સિલિંડર ફાટતાં 15 જણ દાઝ્યા હતા, જેમાંથી પાંચ જણની હાલત ગંભીર છે. રવિવારે બપોરે 12.28 કલાકે આ ઘટના શાહુનગર, કમલા નગર, મુબારક હોટેલ, ધારાવીમાં બની હતી. ઈજાગ્રસ્તોમાં પાંચ મહિલાઓ અને ત્રણ નાના બાળકોનો સમાવેશ થાય છે. ઘરની બહાર મૂકેલા સિલિંડરમાં ગળતર થવાથી ગેસ સિલિંડરે આગ પકડી લીધી હતી. બે ફાયર એન્જિન, 1 જમ્બો ટેન્કર ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા, જે પછી 12.43 કલાકે આગ બુઝાવવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને નજીકની સાયન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.એએમઓ ડો. સાયલીએ જણાવ્યું કે 15 નાગરિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આમાં રાજેશકુમાર જયસ્વાલ (45), અબીના બીબી શેખ (27), ગુલફામ અલી (29), અલીના અન્સારી (5), મહંમદ અબદુલ્લા (21), અસમાબાનો (18), ફિરોઝ અહમદ (35), ફૈયાઝ અન્સારી (16), પ્રમોદ યાદવ (37), અત્તાઝમ અન્સારી (4)ને સારવાર આપ્યા પછી હાલત સ્થિર છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોમાં સાતારાદેવી જયસ્વાલ (40) અને શૌકત અલી (58) બંને 50-60 ટકા દાઝ્યાં છે, જ્યારે સોનુ જયસ્વાલ (8), અંજુ ગૌતમ (28), પ્રેમ જયસ્વાલ (32) મોઢા પર દાઝ્યાં છે. દરમિયાન મેયર કિશોરી પેડણેકરે હોસ્પિટલમાં મુલાકાત લઈને ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી હતી અને હોસ્પિટલ પ્રશાસનને સારવારમાં કોઈ કસર નહીં રાખવા માટે નિર્દેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...