તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યુએસથી ઈમરજન્સી ફૂડને નામે 1.5 કરોડનું ડ્રગ પાર્સલ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એનસીબી દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરાઈ

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઇમાં એક મોટી કાર્યવાહીમાં 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ડ્રગ યુ.એસ.થી ભારતમાં ઈમરજન્સી ફૂડને નામે પાર્સલમાં મોકલવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી એનસીબી મુંબઇમાં ડ્રગ સપ્લાય કરનારા સામે કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન એનસીબીએ અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સ કબજે કર્યું હતું.

મુંબઇ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર અમે વિશ્વસનીય માહિતીને આધારે ફોરેન પોસ્ટ ઓફિસ, બેલાર્ડ એસ્ટેટ ખાતે 8 જુને તપાસ કરી હતી. ત્યાંથી 2.2 કિલો કેનાબિસ નામે ડ્રગ કબજે કર્યું હતું. ઉન્ટેન હાઉસ 05 દિવસના ઈમરજન્સી ફૂડ સપ્લાય લખાણવાળા સિલ્વર કલરના ફૂડ પેકેટની અંદર છુપાવેલું ડ્રગ મલ્ટી સ્ટ્રેન બડ્સ અથવા કેનાબિસ તરીકે પણ ઓળખાય છે. તેનો 2.2 કિલો જથ્થો કબજે કર્યો હતો. આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 5000-થી 8૦૦૦ પ્રતિગ્રામ છે. આ પાર્સલ મૂળ વ્હાઇટિયર, કેનેડાથી આવ્યું હતું અને તે મુંબઇમાં ડિલિવરી કરવાનું હતું.

કેનાબિસ શું છે : કેનાબિસ જીનસ કેનાબિસ નામે છોડનો શુદ્ધ અથવા વર્ણસંકર પ્રકાર છે. આ પ્રકાર છોડના વિશિષ્ટ ગુણલક્ષણોને સઘન બનાવવા અથવા વેચાણના હેતુથી અથવા ડ્રગ તરીકે તેને વધુ અસરકારક બનાવવા માટે વિકસાવવામાં આવે છે. આ પ્રકસારનાં નામ લાક્ષણિક રીતે તેમના ઉત્પાદકો દ્વારા ચૂંટવામાં આવે છે અને મોટે ભાગે સ્વાદ, રંગ, ગંધ કે ઉદભવસ્થાન જેવા છોડના ગુણો પ્રદર્શિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...