દુર્ઘટના:બીકેસીમાં MMRDAના પુલનો ગર્ડર તૂટતાં 14 કામગાર ઘાયલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાંક કામદારો જીવ બચાવવા પાણીની ટાંકીમાં કૂદકો માર્યો, કેટલાક પુલના થાંભલાને લટકી પડ્યા

બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સમાં કામ ચાલી રહલા એક મોટા પુલનો ગર્ડર તૂટી પડતા 14 કામદારો જખમી થયા હતા. આ ઘટના શુક્રવારે સવારના ચાર વાગ્યાના સુમારે બની હતી. જખમીઓને વી.એન.દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે એમાંતી 13 જણને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક કામદારની સારવાર ચાલુ છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.

આ એમએમઆરડીએનો પ્રોજેક્ટ છે. આ પુલના માધ્યમથી એસસીએલઆરને બીકેસી સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસે આપેલી માહિતી અનુસાર શુક્રવારે પરોઢિયે ચાર-સાડા ચારના સુમારે પુલનો ગર્ડર તૂટી પડ્યો હતો. ક્રેનની મદદથી સાવચેતીપૂર્વક કામ ચાલુ હતું ત્યારે અચાનક દબાણ ઓછું થવાથી આ દુર્ઘટના બની એમ જણાવવામાં આવે છે. દુર્ઘટનાના સમયે પુલ પર 22 થી 24 કામદારો કામ કરતા હતા. એમાં કોન્ટ્રેક્ટર કંપનીના બે એન્જિનિયરો પણ હતા. પુલ તૂટ્યો ત્યારે કામદારોએ ગભરાઈને પાણીની ટાંકીમાં કૂદકો માર્યો હતો. કેટલાક જણ પુલના થાંભલાને પકડીને લટક્યા હતા.

હલકી દરજ્જાનું બાંધકામઃ ભાજપ
દરમિયાન આ દુર્ઘટના પરથી ભાજપ વિધાનસભ્ય આશિષ શેલારે રાજ્ય સરકારની ટીકા કરી હતી. બીકેસીમાં બાંધવામાં આવી રહેલા પુલનો ભાગ તૂટી પડતા 14 કામદારો જખમી થયા છે એવા સમાચાર પછી ડર લાગે છે. અત્યારે બાંધકામ ચાલુ રહેલા કામમાં ઉતરતા દરજ્જાની બાંધકામ સામગ્રી, હલકા દરજ્જાની સિમેન્ટ, ઉતરતા દરજ્જાની પદ્ધતિ વાપરીને એમએમઆરડીએમાં નવો સિમેન્ટ ભ્રષ્ટાચાર તો ચાલુ નથી ને? ખાઉધરા લોકોનો કોઈ ભરોસો નહીં એવી ટ્વિટ તેમણે કરી હતી.

દુર્ઘટનાની તપાસ
આ દુર્ઘટના અત્યંત કમનસીબ છે અને એના માટે જે કોઈ જવાબદાર હશે એના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટના ગર્ડરના બેરિંગ અને નટબોલ્ટમાં ત્રુટિ હોવાથી થયાનું પ્રથમ નજરે દેખાય છે. છતાં પૂરતી તપાસ કરીને પછી દોષી પર કાર્યવાહી કરવામાં આવશે એમ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું. આવી દુર્ઘટનાઓ ફરીથી ન બને એ માટે નવા તૈયાર થઈ રહેલા પુલોનું મૂલ્માપન કરવાનો નિર્દેશ તેમણે એમએમઆરડીએ આયુક્તને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...