તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • 14 Children Tested Positive For Corona In Ulhasnagar Juvenile Correctional Institution, 4 Disabled Children Among The Affected

કોરોનાની ત્રીજી લહેરનો વધુ એક સંકેત:ઉલ્હાસનગરના બાળ સુધારગૃહમાં 14 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા, અસરગ્રસ્તોમાં 4 દિવ્યાંગ બાળકો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બધા બાળકોને તહેસીલદાર કાર્યાલયની નવી ઈમારતના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ઉપચાર ચાલુ છે

કોરોનાની સંભવિત ત્રીજી લહેર ખાસ કરીને બાળકોને લપેટમાં લેશે એવો ભય સેવવામાં આવી રહ્યો છે ત્યારે મુંબઈ સેન્ટ્રલના આગ્રીપાડા સ્થિત અનાથ આશ્રમ બાદ હવે ઉલ્હાસનગરના બાળ સુધારગૃહમાં 14 બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્હાસનગર કેમ્પ નં. 5માં સરકારી બાળ સુધારગૃહમાં રહેતા 14 બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાં ચાર દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બધા બાળકોને તહેસીલદાર કાર્યાલય નજીકના કોવિડ સેન્ટરમાં ઉપચાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ બાળ સુધારગૃહમાં અનાથ અને ગુમ થયેલા બાળકોને આશ્રય આપવામાં આવે છે. આ ઠેકાણે 13 અને 17 વયવર્ષના 25 બાળકો છે. તેમાંથી 14 બાળકોને ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ તાવ, ખાંસી અને ઊલટીની તકલીફ થવા લાગી હતી. તે સમયે સુધારગૃહમાં આવતા ડોક્ટરોએ આ બાળકોને કોરોના તો લાગુ થયો નથી ને તેની ખાતરી કરવા માટે સેન્ટ્રલ સરકારી હોસ્પિટલમાં તેમને લઈ ગયા હતા. અહીં તેમની પર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી હતી. તેમાં 14 બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને સૌમ્ય લક્ષણો છે.

આ બધા બાળકોને તહેસીલદાર કાર્યાલયની નવી ઈમારતમાંના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રના તબીબી અધિકારી ડો. મોનિકા જાધવની હાજરીમાં બાળકો પર ઉપચાર ચાલી રહ્યો છે. હાલમાં બાળકોની તબિયત સ્થિર છે, એમ મહાપાલિકાના તબીબી આરોગ્ય અધિકારી ડો. દિલીપ પગારે, ડો. રાજા રિજવાનીએ જણાવ્યું હતું.સુધારગૃહમાં મોજૂદ કુલ 24માંથી 14 બાળકો પોઝિટિવ આવ્યા હોઈ અન્ય 11 બાળકો અને સુધારગૃહના 17 કર્મચારીઓને ટેસ્ટ નેગેટિવ આવ્યા છે, એમ જનસંપર્ક અધિકારી યુવરાજ ભદાણેએ જણાવ્યું હતું.

આગ્રીપાડાના અનાથ આશ્રમમાં પ્રથમ કેસ
આ સપ્તાહમાં આગ્રીપાડા ખાતે સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલ અને અનાથ આશ્રમના બે બાળકોને કોવિડનું નિદાન થયું હતું. આ પછી મહાપાલિકાના ઈ વોર્ડ દ્વારા આ અનાથ આશ્રમમાં કોરોના તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કર્મચારીઓ સહિત 95 જણની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 22 જણને કોવિડનું નિદાન થયું હતું. તેમાં 12થી ઓછી ઉંમરના 4 બાળકો છે, જેમને નાયર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્યોને ભાયખલા સ્થિત રિચર્ડસન એન્ડ ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. આમાં 11 જણ 12થી 18 વયવર્ષના છે, જ્યારે 7 પુખ્ત છે, એવી માહિતી મહાપાલિકાના નાયબ જનસંપર્ક અધિકારી તાનાજી કાંબળેએ ગુરુવારે આપી હતી. આ પછી મહાપાલિકા દ્વારા અનાથ આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...