સ્મશાનભૂમિમાં દહન કરવા માટે હવે લાકડાંને બદલે બ્રિકેટ્સ બાયોમાસનો ઉપયોગ કરાશે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડો. સંજીવ કુમારના આદેશ અંતર્ગત સાર્વજનિક આરોગ્ય ખાતા દ્વારા મૃતદેહ દહન માટે વિવિધ વિકલ્પોની તપાસ કરવામાં આવી હતી, જે પછી ખેતીનો કચરો અને વૃક્ષનો કચરો (એગ્રો અને ટી વેસ્ટ વૂડ)થીતૈયાર કરવામાં આવેલા બ્રિકેટ્સ બાયોમાસનો વપરાશ તુલનામાં વધુ પર્યાવરણપૂરક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પારંપરિક સ્મશાનભૂમિમાં દરેક મૃતદેહ માટે 300 કિલો લાકડાં મહાપાલિકા દ્વારા મફત પુરવઠો કરવાં આવે છે.
આ 300 કિલો લાકડાં સામાન્ય રીતે 2 ઝાડ થકી મળે છે. જોકે હવે પર્યાવરણપૂરકતાના ભાગરૂપે મહાપાલિકા ક્ષેત્રની 14 સ્મશાનભૂમિમાં લાકડાંને બદલે બ્રિકેટ્સ બાયોમાસનો વપરાશ કરાશે, એમ આરોગ્ય વિભાગનાં સીઈઓ ડો. મંગલા ગોમારેએ જણાવ્યું હતું.મહાપાલિકાની 14 પારંપરિક સ્મશાનભૂમિમાં બ્રિકેટ્સ બાયોમાસનો વપરાશ કરવાનો નિર્ણય લેવાયો છે. મહાપાલિકા દ્વારા હાલમાં પારંપરિક દહન સ્મશાનભૂમિ, વિદ્યુત સ્મશાનભૂમિ અને પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ) આધારિત સ્મશાનભૂમિનું સંચાલન કરવામાં આવે છે.
પારંપરિક સ્મશાનભૂમિમાં દરેક મૃતદેહ માટે 300 કિલો લાકડાંનો પુરવઠો કરવામાં આવે છે. આટલાં લાકડાં સામાન્ય રીતે બે ઝાડ થકી મળે છે.હવે 14 સ્મશાનભૂમિમાં બ્રિકેટ્સ બાયોમાસનો વપરાશ કરાશે. બ્રિકેટ્સ બાયોમાસ ઈંધણ ખેતીનો કચરો અને વૃક્ષનો કચરો એમ બે થકી તૈયાર કરવામાં આવે છે. ખેતીના કચરામાં એકતૃતીયાંશ ભાગ ફેંકી દેવામાં આવે છે, જેમાંથી બ્રિકેટ્સ બાયોમાસ તૈયાર કરવામાં આવે છે. આને કારણે કચરાનો સારો ઉપયોગ કરવા સાથે પર્યાવરણપૂરકતાનું પણ જતન થાય છે.
ક્યાં આ સુવિધા ઉપલબ્ધ થશે
મહાપાલિકા દ્વારા ડી વોર્ડમાં મંગલવાડી, ઈમાં વૈકુંઠધામ, એફ નોર્થમાં ગોયારી,જી નોર્થમાંધારાવી, એચ વેસ્ટમાં ખારદાંડા, કે વેસ્ટમાં વર્સોવા, પી નોર્થમાં મઢ, આર સાઉથમાં વડારપાડા, આર નોર્થમાં દહિસર, એલ વોર્ડમાં ચૂનાભટ્ટી, એમ ઈસ્ટમાં ચિતાકેમ્પ, એમ વેસ્ટમાં આણિક ગાવ. એસ વોર્ડમાં ભાંડુ ગુજરાતી સેવામંડળ સ્મશાનભૂમિ અને ટી વોર્ડમાં મુલુંડ નાગરિક સભા મળી 14 સ્મશાનભૂમિમાં આ સુવિધા ઉપલબ્ધ કરાશે.
દર વર્ષે 6200 મૃતદેહના અંતિમસંસ્કાર
મહાપાલિકાની 14 સ્મશાનભૂમિમાં સામાન્ય રીતે દર વર્ષે 6200 મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. આ ધ્યાનમાંલેતાં એક વર્ષમા આશરે 18 લાખ 60 હજાર કિલો લાકડાંનો મૃતદેહના દહનમાં ઉપયોગ કરવામાં આવે છે. દરેક મૃતદેહના દહન માટે 300 કિલો લાકડાંની જરૂર પડે છે. જોકે બ્રિકેટ્સ બાયોમાસને લીધે પ્રાપ્ત થનારી જ્વલન ઉષ્ણતા વધુ હોવાથી દરેક મૃતદેહ માટે 250 કિલો બ્રિકેટ્સ બાયોમાસ પૂરતું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.