તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દેશ:મુંબઈમાં 14 પુલ જોખમીઃ ભીડ નહીં કરવા તંત્રનો નિર્દેશ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગણેશોત્સવને માંડ એક અઠવાડિયું બચ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા મુંબઈમાં જોખમી પુલોની યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન માટે આ પુલોનું ઉપયોગ ટાળવા માટે ગણેશભક્તોને સૂચન કરવામાં આવ્યું છે. આ 14 પુલ જૂના છે, જેમાંથી અમુકની દુરસ્તી ચાલી રહી છે, જ્યારે અમુક પુલોની દુરસ્તી ચોમાસા પછી હાથમાં લેવાશે. આથી આ પુલો પરથી ગણેશમૂર્તિના આગમન કે વિસર્જન સરઘસ સમયે ગિરદી નહીં કરવી, લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં કરવો અને પુલ પર વધુ સમય ઊભા નહીં રહેવું એવા નિર્દેશ મહાપાલિકા દ્વારા આપવામાં આવ્યા છે.

અંધેરીમાં 3 જુલાઈ, 2018ના રોજ ગોખલે પુલ તૂટી પડીને બે જણનાં અને 14 માર્ચ, 2019ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે હિમાલય પુલ તૂટી પડીને દુર્ઘટનામાં સાત જણનાં મૃત્યુ થયા પછી મુંબઈના પુલોની સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આથી મહાપાલિકા દ્વારા શહેરના આશરે 350 પુલોનું નવેસરથી સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને જરૂરી નાની – મોટી દુરસ્તીઓ અને અતિજોખમી પુલોને તોડી પાડીને નવેસરથી બાંધવાનું ધોરણ બનાવ્યું હતું. આને ધ્યાનમાં લેતાં ગણેશોત્સવમાં જોખમી પુલો પર ગિરદી થઈને દુર્ઘટના નહીં સર્જાય તે માટે એક સપ્તાહ પૂર્વે જ જોખમી પુલોની યાદી જાહેર કરવામાં આવી છે.

મહાપાલિકા અને પોલીસે આપેલી સૂચના અનુસાર જ આ પુલ પરથી આવજા કરવી એવા નિર્દેશ પણ મહાપાલિકા દ્વારા આપવામાં આવ્યા છે.કયા પુલો જોખમી છે : ઘાટરોપર રેલવે ઓવરબ્રિજ, કરી રોડ, આર્થર રોડ- ચિંચપોકલી અને ભાયખલા રેલવે ઓવરબ્રિજ, મરીન લાઈન્સ, સેન્ડહર્સ્ટ રોડ, ફ્રેન્ચ, કેનડી, ફોકલેન્ડ રેલ ઓવરબ્રિજ, બેલાસીસ મુંબઈ સેન્ટ્રલ નજીકનો પુલ, મહાલક્ષ્મી સ્ટીલ, પ્રભાદેવી- પેરોલ, દાદર- ટિળક રેલ ઓવરબ્રિજ, અંધેરી સ્ટેશન નજીક ગોખલે રેલવે બ્રિજ.

અન્ય સમાચારો પણ છે...