તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:137 હોસ્પિટલોએ ઓક્સિજન નિર્મિતી પ્રકલ્પનો આરંભ કર્યો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં અછત ન વર્તાય એ માટેની તૈયારી

કોરોનાની બીજી લહેરના સમયે 1700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે રાજ્યની ક્ષમતા 1350 મેટ્રિક ટન હતી. તેથી 500 મેટ્રિક ટન ઓક્સિજન બીજા ઠેકાણેથી લાવવો પડતો હતો. એના લીધે રાજ્યની આરોગ્ય અને પ્રશાસકીય યંત્રણા પર તાણ આવ્યો. કોરોનાની ત્રીજી લહેર આવે અને દર્દીઓની સંખ્યા વધે ત્યારે આવી પરિસ્થિતિ ફરીથી ન ઉદભવે એ માટે 150 બેડથી વધુ ક્ષમતાવાળી હોસ્પિટલોએ પોતે જ ઓક્સિજન પ્રકલ્પ ઊભા કરવા એવી સૂચના આપવામાં આવી છે. અત્યારે 137 હોસ્પિટલોએ ઓક્સિજન નિર્મિતી પ્રકલ્પનો આરંભ કર્યો છે.

રાજ્યના ટાસ્કફોર્સ સમિતિના પ્રમુખ ડોકટર સંજય ઓકે ઓક્સિજનનો વપરાશ ચુસ્તતાથી કરવા માટે કેટલાક કઠોર નિર્ણય લીધા હોવાનું જણાવ્યું હતું. ઓક્સિજન વાપરવાની શિસ્ત અને એનું સમયે સમયે થતા ઓડિટ પર ભાર મૂકવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. આરોગ્ય તથા અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગની ખાનગી હોસ્પિટલોને પીએસએ પ્રકલ્પ ઊભા કરવા પૂછવામાં આવ્યું છે. ઓક્સિજનેટર્સનો ઉપયોગ કરીને દર્દીને એના ઘરમાં અને અન્ય ઠેકાણે ઓક્સિજન નિર્મિતી માટે જરૂરી યંત્રણા ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

રાજ્યની ઓક્સિજનની કુલ જરૂરિયાત ધ્યાનમાં રાખતા એના ઉત્પાદનમાં થોડો ભાર હોસ્પિટલોએ આપવો અપેક્ષિત છે. રાજ્ય 1300 મેટ્રિક ટન ઓક્સિજન નિર્માણ કરી શકે છે અને 2000 મેટ્રિક ટન ઓક્સિજનનો સ્ટોક રાખી શકે છે. આ પ્રકલ્પ ઊભો કરવા માટે રૂ. 75 લાખનો ખર્ચ અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...