તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મીઠી નદી, નાળામાંથી કાદવ ઉલેચવા 132 કરોડનો પ્રસ્તાવ

મુંબઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 70 થી 80 ટકા નાળાસફાઈ ચોમાસા પહેલાં જ થશે

ચોમાસામાં પાણી ભરાઈ જતા નાગરિકોએ હેરાનગતિ ભોગવવી ન પડે એ માટે મહાપાલિકાએ અત્યારથી કમર કસી છે. આ વર્ષે મિઠી નદી સહિત મોટા નાળાઓમાંથી કાદવ ઉલેચવાનું કામ વહેલું શરૂ કરવામાં આવશે. એના માટે સ્થાયી સમિતિમાં રૂ. 132 કરોડના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. તેથી મુંબઈગરાઓએ આ વર્ષે ચોમાસામાં કોઈ હેરાનગતિ ભોગવવી નહીં પડે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહાપાલિકા તરફથી કુલ 100 ટકા નાળાસફાઈમાંથી 70 થી 80 ટકા નાળાસફાઈ ચોમાસા પહેલાં જ કરવામાં આવે છે. આ પાર્શ્વભૂમિ પર નાળાસફાઈના કામ માટે મહાપાલિકાએ આ વર્ષે મિઠી નદી સહિત દરેક પરિસર અનુસાર નાળાસફાઈ માટે ટેંડર મગાવ્યા હતા. મહાપાલિકાએ આ કામ માટેનો દર 2018ની કિંમત અનુસાર નક્કી કર્યા છે.

મિઠી નદી માટે 62 કરોડ
મિઠી નદીની સાફસફાઈ બે તબક્કામાં થશે. એના માટે મહાપાલિકા રૂ. 62 કરોડ 42 લાખ ખર્ચ કરશે. એમાં કુર્લા ટીચર્સ કોલોનીથી બાંદરા-કુર્લા કોમ્પેલેક્સ સુધી નાળાસફાઈ માટે રૂ. 32 કરોડ 50 લાખ ખર્ચ કરવામાં આવશે. આ કામ પણ કોન્ટ્રેક્ટર 20.79 ટકા ઓછી કિંમતે કરશે. પવઈ ફિલ્ટરપાડાથી ટીચર્સ કોલોની સુધીની મિઠી નદીની સફાઈ માટે રૂ.29 કરોડ 91 લાખ ખર્ચ કરવામાં આવશે. આ કામ પણ અંદાજ કાઢેલી કિંમત કરતા 10% ઓછા દરથી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો