તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મીરારોડ ખાતે 13 દુકાનના તાળા તૂટ્યા, લાખોની તસ્કરી, સીસીટીવી કેમેરામાં 4થી 5 ચોર હોવાનું જણાયું

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઇને અડીને આવેલા મીરા રોડના કનકિયા વિસ્તારમાં ગુરૂવાર મોડી રાત્રે એકી સાથે 13 દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ચોરટાઓએે લોખંડના સળિયા વડે દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ્યા હતા અને લગભગ દરેક દુકાનની તીજોરીમાં સુરક્ષિત રાખવામાં આવેલા લાખો રૂપિયા લઈ ગયા હતા. આ ચોરીની ઘટના દુકાનની બહારના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. 4 થી 5 ની સંખ્યામાં આરોપી ચહેરા પર માસ્ક અને કેપ્સ પહેરેલા હતા તેથી કોઈની ઓળખ થઈ નથી.

મીરા રોડ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચોરીની ઘટના રાતે 12 થી સવારે 4 દરમિયાન કાણકીયા વિસ્તારના જાગીડ એન્ક્લેવમાં બની હતી. ચોરોએ અહીં એક પછી એક 13 દુકાનોના શટર તોડીને રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ જવામાં સફળ થયા હતા. જુદી જુદી દુકાનમાં થયેલી ચોરીને કારણે કેટલી રોકડ રકમ છે તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે 5-6 લાખની વચ્ચે હોઈ શકે છે. પોલીસને પડકાર ફેકતી આ ઘટનામાં એક સાથે 13 દુકાનમાં થયેલી ચોરીની ઘટનાથી વિસ્તારના વેપારીઓ ગભરાઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે, તમામ દુકાનના શટરના તાળાઓ લોખંડના સળિયા વડે તોડવામા આવ્યા હતા. ઘટનાની બાતમી મળતાં પોલીસે આસપાસમાં સ્થાપિત તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ કબજે કર્યા છે. જો કે, ચોરટા ટોળકી માસ્ક અને ટોપી પહેરેલા હોવાથી તેમના સ્પષ્ટ ચહેરા જાણી શકાયા નથી. પોલીસ આ ચોરી મામલે વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો