કોરોના કહેર:મહારાષ્ટ્રના 13 મંત્રીઓ અને 70 ધારાસભ્યો સંક્રમીત

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદો અનેક જનપ્રતિનિધિઓ કોરોનાની લપેટમાં

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાનો આંકડો છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યાની સાથે રાજ્યના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 13 મંત્રીઓ અને 70 ધારાસભ્યો કોરોના પોઝિટિવ હોવાની રાજ્યના પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે મંગળવારે માહિતી આપી હતી. જનતાનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનો સામાજિક સ્તરે અનેકને મળી રહ્યા છે, ઘણા લોકોના સંપર્કમાં છે, જેથી એક પછી એક જનપ્રતિનિધિઓ કોરોના પોઝિટિવ મળી આવતાં ચિંતા વધી રહી છે, એમ વડેટ્ટીવારે કહ્યું હતું.

હવે આ યાદીમાં હમણાં સુધી મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે, બાળાસાહેબ થોરાત, પ્રાજક્તા તાનપુરે, વર્ષા ગાયકવાડ, યશોમતી ઠાકુર, એકનાથ શિંદે, ધીરજ દેશમુખ, રોહિત પવાર, પંકજા મુંડે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુજય વિખે પાટીલ, કેસી પાડવી, પ્રતાપ સરનાઈક, માધુરી મિસાલ અને ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ પોઝિટિવ આવ્યા છે.

18,466 નવા કેસ, ઓમિક્રોનના 75 દર્દી
દરમિયાન કોરોના અને ઓમિક્રોનના કેસ રાજ્યમાં સતત વધતા જ જાય છે. મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 18,466 અને ઓમિક્રોનના 75 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ફક્ત 4558 દર્દીઓને જ રજા આપવામાં આવી હતી. 20 દર્દીનાં મોત થયાં હતાં. ઓમિક્રોનના 75 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 40 મુંબઈમાં, 9 થાણે, 8 પુણે, 5 પનવેલ, 3 પ્રત્યેકી નાગપુર અને કોલ્હાપુર, 2 પિંપરી- ચિંચવડ, પ્રત્યેકી 1 કેસ ભિવંડી નિઝામપુર, ઉલ્હાસનગર, સાતારા, અમરાવતી અને નવી મુંબઈમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...