આવક:બે મહિનામાં મહાપાલિકાની તિજોરીમાં 1280 કરોડ પ્રોપર્ટી ટેક્સ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાના રોગચાળા પછી જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. મહાપાલિકાને છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સ પેટે 1280 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું છે. કોરોનાના સમયમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલીમાં મોટો ઘટાડો થયો હતો. આ ચિત્ર હવે બદલાઈ રહ્યું છે અને મહાપાલિકાએ કર વસૂલ કરવા માટે નક્કર ધોરણ અમલમાં મૂક્યું છે. મહાપાલિકા તરફથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે દરેક વોર્ડમાં પાંચ મોટા ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મુંબઈમાં મહાપાલિકાએ કોરોના પ્રતિબંધ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડ્યો છે. કોરોનાના લીધે મહાપાલિકાની આવકમાં ઘટાડો થયો છે.

એમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો પડકાર ઊભો થયો. આ પરિસ્થિતિમાં મહાપાલિકાએ ઘટતી આવકને ટેકો આપવા પ્રોપર્ટી ટેક્સની વસૂલી પર ભાર મૂક્યો છે. મહાપાલિકાએ છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સ દ્વારા 1280 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ રકમ આખા વર્ષના પ્રોપર્ટી ટેક્સ પેટે મળતા કુલ રૂપિયાની 25 ટકા છે. મહાપાલિકાએ 8 સપ્ટેમ્બરથી 2021-22 આર્થિક વર્ષના પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલવાની શરૂઆત કરી છે. મહાપાલિકાને આ વખતના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ પેટે 5135 કરોડ રૂપિયા મળે એવી અપેક્ષા છે.

એમાંથી પ્રોપર્ટી ટેક્સ પેટે 1280 કરોડ રૂપિયા મહાપાલિકાને મળી ગયા છે. મહાપાલિકાએ કોરોનાના સમયમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં સફળતા મેળવી છે. ગયા આર્થિક વર્ષમાં એમાંથી 5135 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું છે. આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વધારો થવાનો ન હોવાથી એટલા જ પ્રમાણમાં મહેસૂલ મળશે એવી અપેક્ષા હોવાનું મહાપાલિકા ઉપાયુક્ત સુનીલ ધામણેએ જણાવ્યું હતું.

11 હજારથી વધુ માલમત્તા જપ્ત
ટેક્સ ન ભરનારાઓ પાસેથી કર વસૂલી માટે દરેક વોર્ડ અનુસાર રૂપરેખા તૈયાર કરવામાં આવશે એમ મહાપાલિકાના અધિકારીઓ જણાવે છે. પ્રોપર્ટી ટેક્સની વસૂલીમાં કોઈ પણ ક્ષતિ ન રહી જાય એ માટે મહાપાલિકાએ ગયા વર્ષે ટેક્સ ન ભરનારાઓની 11 હજાર 661 માલમત્તા જપ્ત કરી છે. એમાં હેલિકોપ્ટર, કાર્યાલયના કોમ્પ્યુટર, ભૂખંડ વગેરેનો સમાવેશ છે. આ જપ્ત કરેલ માલમતાનું લીલામ કરીને એમાંથી ટેક્સની વસૂલી કરવાનો મહાપાલિકાનો પ્રયત્ન છે. એના માટે કાયદાકીય બાજુ ચકાસવામાં આવી રહી હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...