તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવનારમાં કચરામાંથી વીજનિર્મિતીનો વધુ એક પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. આ નવા પ્રકલ્પમાં દરરોજ 1200 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરીને 25 મેગાવોટ વીજનિર્મિતીનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. મહાપાલિકાના ઘનકચરો વ્યવસ્થાપન વિભાગે એના માટે વૈશ્વિક સ્તરની કંપનીઓ તરફથી પ્રસ્તાવ મગાવ્યા છે.
2014માં એક જ સમયે 3000 મેટ્રિક ટન કચરામાંથી વીજનિર્મિતી માટે પ્રથમ વખત ટેંડર મગાવવામાં આવ્યા હતા. જો કે આટલા મોટા પ્રમાણમાં પ્રકલ્પ અમલમાં મૂકવા કોઈ કોન્ટ્રેક્ટર આગળ આવતો નહોતો. તેથી મહાપાલિકાએ ઓછી ક્ષમતાના ત્રણ પ્રકલ્પ ઊભા કરવાનું નક્કી કર્યું હતું. એમાંથી 600 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવા માટે ટેંડર મગાવ્યા હતા. હવે એના જ આગળના ભાગ તરીકે 1200 મેટ્રિક ટન કચરામાંથી વીજનિર્મિતીનો વધુ એક પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. લોકલ અન વૈશ્વિક સ્તરની કંપનીઓ 22 ફેબ્રુઆરી સુધી કંપનીઓ ટેંડર રજૂ કરી શકશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.