નિર્ણય:મુંબઈમાં 1200 કિમી.ના રસ્તા કોંક્રિટના બનાવાશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટકાઉ અને મજબૂત રસ્તાઓ પર ખાડા નહીં પડે

મુંબઈગરાઓને ખાડામુક્ત, ટકાઉ અને મજબૂત રસ્તા આપવા માટે હવેથી તમામ રસ્તા કોંક્રિટના કરવાનો ઉદ્દેશ મહાપાલિકાએ રાખ્યો છે. એમાં હવે 1200 કિલોમીટરના રસ્તા કોંક્રિટના બનાવવામાં આવશે. ડામરના રસ્તા થોડા જ સમયમાં ખરાબ થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો એમ મહાપાલિકા પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું. મુંબઈ મહાપાલિકાના કાર્યક્ષેત્રમાં લગભગ 2 હજાર કિલોમીટરના રસ્તા આવે છે. મજબૂત રસ્તાઓ માટે મહાપાલિકાએ 1985માં પહેલી વખત રસ્તાઓના કોંક્રિટીકરણ કરવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી 938.87 કિલોમીટર રસ્તાઓ કોંક્રિટના કરવામાં આવ્યા છે.

તબક્કાવાર 1200 કિલોમીટર રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકા પ્રશાસને સ્થાયી સમિતિ સમક્ષ મૂકી છે. મહાપાલિકાએ 2020 થી 2022 બે વર્ષમાં 200.91 કિલોમીટર રસ્તાઓના કોંક્રિટીકરણના કામની શરૂઆત કરી છે. એમાંથી 163.57 કિલોમીટર રસ્તાનું કામ પૂરું થયું છે. મુંબઈમાં ભૌગોલિક રચના, વાહનોની ગિરદીના કારણે રસ્તાઓ ખરાબ થાય છે.

અન્ય સમાચારો પણ છે...