ભાસ્કર વિશેષ:પોઈસર નદીના પુનર્જીવન પ્રકલ્પ માટે 1200 કરોડનો ખર્ચ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11.15 કિલોમીટર લાંબી આ નદીના કાંઠે મળનિસરણ પ્રકલ્પ ઊભો કરવામાં આવશે

પશ્ચિમ ઉપનગરની દહિસર અને વાલભટ નદીઓના પુનર્જીવનના કામ શરૂ કરવામાં આવ્યા પછી હવે મહાપાલિકા પ્રશાસને પોઈસર નદીના પુનર્જીવન પ્રકલ્પને શરૂ કરવાનું નક્કી કર્યું છે. નદીના કાંઠે મળનિસરણ પ્રકલ્પ પણ ઊભો કરવામાં આવશે. 11.15 કિલોમીટર લાંબી આ નદી માટે 1 હજાર 192 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. નદીના પુનર્જીવન માટે આટલા મોટા પ્રમાણમાં ખર્ચ કરવાનો રાજકીય વિરોધ થાય એવી શક્યતા છે. પર્યાવરણ મંત્રાલય અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ તરફથી નદીઓના પુનર્જીવન બાબતે મહાપાલિકા પાસે વારંવાર પૂછવામાં આવે છે.

આ પ્રકરણે મહાપાલિકાને દંડ પણ કરવામાં આવે છે. દિવસે દિવસે નદીઓનું સ્વરૂપ બગડે છે. પર્યાવરણની હાની ટાળવા માટે મહાપાલિકાએ મુંબઈની નદીઓના પુનર્જીવનનો પ્રકલ્પ શરૂ કર્યો છે. એના અંતર્ગત દહિસર અને વાલભટ નદીઓના પુનર્જીવનનો પ્રસ્તાવ થોડા મહિના પહેલાં મંજૂર કરવામાં આવ્યો હતો. હવે પોઈસર નદીના પુનર્જીવન માટે મહાપાલિકા પ્રશાસને પ્રસ્તાવ તૈયાર કરીને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલ્યો છે. આ ત્રણ નદીઓના પુનર્જીવન માટે સલાહકારની નિમણુક કરવામાં આવી છે. સલાહકારે આપેલી રૂપરેખા અનુસાર આ કામ માટે જુલાઈ 2019માં ટેંડર મગાવવામાં આવ્યા હતા.

13 વખત મુદતવધારો આપ્યા પછી હવે કોન્ટ્રેક્ટર નિશ્ચિત કરવામાં આવ્યો છએ. આ કામ ચોમાસુ છોડીને 36 મહિનામાં પૂરું કરવામાં આવશે. દહિસર નદી માટે 376 કરોડ રૂપિયા, વાલભટ નદી માટે 928 કરોડ રૂપિયા એમ કુલ 1 હજાર 304 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. પોઈસર નદી માટે 1 હજાર 192 કરોડ રૂપિયા ખર્ચ થશે જે તમામ કર સાથે 1 હજાર 482 કરોડ રૂપિયા પર પહોંચશે.

નદીના કાંઠે આવેલી કોલોનીઓ, વસતિઓમાંથી છોડવામાં આવતા ગંદા પાણીને નદી નજીકના લિન્ક રોડ પરની મળનિસરણ પાઈપલાઈન દ્વારા ઉંચકીને ઉદંચન કેન્દ્ર સુધી લઈ જવામાં આવશે. નદી નજીકની ઝૂપડપટ્ટીઓમાં મળનિસરણ પાઈપલાઈન નાખવામાં આવશે અને એ શક્ય ન હોય તો ઝૂપડપટ્ટીમાંથી નદીમાં છોડવામાં આવતા ગંદા પાણી માટે આડશ ઊભી કરીને એ પાણી મળપ્રક્રિયા કેન્દ્રમાં વાળવામાં આવશે. પોઈસર નદી પર પાંચ ઠેકાણે મળજળ પ્રક્રિયા કેન્દ્ર ઊભા કરવામાં આવશે અને એનું પંદર વર્ષ મેઈનટેનન્સ કરવામાં આવશે.

પોઈસર નદી વિશે
બોરીવલીના નેશનલ પાર્કમાંથી ઊગમ થતી પોઈસર નદી આગળ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને પશ્ચિમ રેલવે ઓળંગીને મલાડની ખાડીમાં જઈને મળે છે. પોઈસર નદીને કમલા નહેરુ નાળું, જોગળેકર નાળું, પી.એમ.જી.પી. નાળુ, સમતાનગર નાળુ, ગૌતમનગર નાળુ એમ વિવિધ નાળાઓ મળે છે. તેમ જ વિવિધ પર્જન્ય પાઈપલાઈનમાંથી જે તે પરિસરની કોલોનીઓ, ઝૂપડપટ્ટીઓ અને સોસાયટીઓનું મળમિશ્રિત ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે. નદીના કાઠે આવેલા તબેલાઓમાંથી છાણવાળું ગંદુ પાણી કોઈ પણ પ્રક્રિયા વિના નદીમાં છોડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...