નિયુક્તી:વિધાન પરિષદના રાજ્યપાલ નિયુક્ત 12 સભ્યો નિવૃત્ત થશે, ઈચ્છુકોએ ફિલ્ડિંગ લગાવવાની શરૂઆત કરી દીધી છે

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી અઠવાડિયે વિધાન પરિષદના રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 સભ્યો નિવૃત્ત્ થઈ રહ્યા છે. આ ખાલી સીટ પર તક મળે એ માટે ઈચ્છુકોએ ફિલ્ડિંગ લગાવવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં વિધાનસભાના સભ્યો દ્વારા વિધાન પરિષદના 9 સભ્યો ચૂંટવાની ચૂંટણી સારી એવી ગાજી હતી. હવે આગામી અઠવાડિયે વિધાન પરિષદના 12 સભ્યોની મુદત પૂરી થઈ રહી છે.

એમાં મુખ્યત્ત્વે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોનો સમાવેશ છે. આ યાદીમાં કોંગ્રેસના ૫, રાષ્ટ્રવાદીના ૬ અને ઘટક પક્ષોના ૧ સભ્યનો સમાવેશ છે. વિઘધાન પરિષદના રાજ્યપાલ દ્વારા નામનિયુક્ત સભ્યોમાં કોગ્રેસના ૪ સભ્યો હુસ્નબાનુ ખલિફે, જનાર્દન ચાંદુરકર, આનંદરાવ પાટીલ, રામહરી રુપનવર, રાષ્ટ્રવાદી કોંગ્રેસના ૬ સભ્યો પ્રકાશ ગજભિયે, વિદ્યા ચવ્હાણ, રાહુલ નાર્વેકર, ખ્વાજા બેગ, રામરાવ વડકુતે અને જગન્નાથ શિંદે 6 જૂનના નિવૃત્ત થઈ રહ્યા છે. કોંગ્રેસના અનંત ગાડગીળ અને ઘટક પક્ષોના (પીપલ્સ રીપબ્લિકન પાર્ટી) પ્રો. જોગેન્દ્ર કવાડેની મુદત આગામી ૧૫ જૂનના પૂરી થાય છે. આમ કુલ ૧૨ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. એમાંથી રાષ્ટ્રવાદીના રાહુલ નાર્વેકર અને રામરાવ વડકુતેએ વિધાનસભા ચૂંટણી માટે રાજીનામા આપ્યા હોવાથી આ બે સીટ ખાલી હતી. આ બંને સીટ સભ્યની નિયુક્તી કરવી એવી ભલામણ રાષ્ટ્રવાદીએ કરી હતી. જોકે રાજ્યપાલે આ ખાલી સીટો પર નિયુક્તીઓ કરી નહોતી.કલા, ક્રીડા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રો સાથે સંબંધિત અથવા એમાં ઉલ્લેખનીય યોગદાન આપનાર વ્યક્તિની વિધાન પરિષદમાં રાજ્યપાલ નામનિયુક્ત સભ્ય તરીકે નિયુક્તી કરવામાં આવે છે. જોકે આ પહેલાંનો ઈતિહાસ જોતા આ નિયુક્તીઓ પરથી ફરી એકવાર રાજ્યપાલ વિરુદ્ધ રાજ્ય સરકારની જંગ જોવા મળી એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ પહેલાં આઘાડી સરકારના કાર્યકાળમાં નિષ્ણાત વ્યક્તિઓને હાંસિયામાં ધકેલીને રાજકારણીઓની નિયુક્તી કરવામાં આવી હોવાથી તત્કાલીન વિધાન પરિષદના વિરોધ પક્ષ નેતા વિનોદ તાવડેએ વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ ખાલી થનારી સીટો પર તક મળે એ માટે અત્યારથી જ ઈચ્છુકોએ ફિલ્ડિંગ લગાવવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...