તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બીએચઆર બેન્ક ગોટાળામાં 12 વેપારી- રાજકારણીઓની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તેલગી ગોટાળાના આરોપી અંતિમ તોતલાની પત્ની અને ભાઈનો સમાવેશ

જલગામમાં રૂ. 1200 કરોડના ભાઈચંદ હીરાચંદ રાયસોની બેન્ક ગોટાળામાં પુણે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ મુંબઈ સહિત ઠેકઠેકાણે સાગમટે દરોડા પાડીને 12 વેપારીઓ અને રાજકારણીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં તેલગી સ્ટેમ્પપેપર ગોટાળાના આરોપી અંતિમ તોતલાની પત્ની અને ભાઈનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા થોડા મહિનાથી આ બેન્ક ગોટાળો બહુ ગાજી રહ્યો છે. આખરે પુણે પોલીસે અચાનક મોટી કાર્યવાહી શરૂ કરી છે. બી એચ આર ક્રેડિટ સોસાયટીના એડમિનિસ્ટ્રેટર સાથે સાઠગાંઠ કરીને ક્રેડિટ સોસાયટીની જમીન પાણીને મૂલે વેચી મારી હતી. આ સંબંધે જલગાવ જિલ્લાના મોટા વેપારીઓ અને રાજકારણીઓની સંડોવણી બહાર આવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.

ભાઈચંદ હીરાચંદ રાયસોની મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી (બીએચઆર)માં ગેરરીતિ પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી હતી. આ સોસાયટીમાં કરોડો રૂપિયાનો ગોટાળો થયો હોવાની શક્યતા વર્તાવવામાં આવતી હતી. આ સોસાયટીએ જપ્ત કરેલી માલમતા પાણીને મૂલે વેચી મારી છે. આ સંબંધે પોલીસે અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોષણ આહારના મોટા ઠેકેદાર સુનીલ ઝંવરની ઓફિસમાં પણ તલાશી લેવામાં આવી હતી.

અગાઉ બીએચઆર ગોટાળા પ્રકરણે ચેરમેન સહિત અનેક સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી સોસાયટી પર પાંચ વર્ષથી લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી હતી. તેણે મદદ કરવાને બદલે કરજદાર, થાપણદાર સંગઠનના પદાધિકારી સાથે સાઠગાંઠ કરીને સંસ્થાની જગ્યા વેચી મારી હતી.

મુંબઈ સહિત ઠેકઠેકાણેથી ધરપકડ
પુણે આર્થિક ગુના શાખાની 15 ટીમોએ ગુરુવાર સહિત છેલ્લા ત્રણ દિવસમાં સાગમટે મુંબઈ, જલગામ, ઔરંગાબાદ, ધુળે, અકોલા, પુણેમાં દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં મુંબઈથી જયશ્રી અંતિમ તોતલા, જલગામથી ભાગવત ભંગાળે, જયશ્રી શૈલેષ મણિયાર, સંજય તોતલા, જામનેરથી છગન ઝાલ્ટે, રાજેશ લોઢા, ઔરંગાબાદથી જિતેન્દ્ર રમેશ પાટીલ, અંબાદાસ આબાજી માનકાપે, ભુસાવળથી આસીફ મુન્ના તેલી, ધુળેથી પ્રિતેશ ચંપાલાલ જૈન, અકોલાથીપ્રમોદ કિસનરાવ કાપસે અને જલગામ નિવાસી પ્રેમ નારાયણ કોગટાની પુણેની હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, એમ ડીસીપી ભાગ્યશ્રી નવટકેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...