તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ યંત્રણા સશક્ત:રાજ્યના 1.15 કરોડ ગ્રાહકોને અખંડિત વીજ પુરવઠો મળશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2300 કરોડને ખર્ચે વીજ યંત્રણા સશક્ત કરાઈ

રાજ્યમાં 15,000 કરતા વધારે વસતિ ધરાવતા શહેરોના વીજ ગ્રાહકોને હવે વીજળી વેરણ થવાની ચિંતા નહીં રહે. મહાવિતરણે એકાત્મિક ઊર્જા વિકાસ યોજના અંતર્ગત રૂ. 2300 કરોડનો ખર્ચ કરીને શહેરો અંતર્ગત વીજ યંત્રણાનું સક્ષમીકરણ અને વિસ્તરણ કર્યું છે. તેથી સંબંધિત શહેરોના 1,15,00,000 વીજ ગ્રાહકોને હવે અખંડિત વીજ પુરવઠો મળશે.

શહેરોમાં વધતી લોકસંખ્યા અને તેમના દ્વારા વધતા વીજ વપરાશની પાર્શ્વભૂમિ પર કેન્દ્ર સરકારે એકાત્મિક ઊર્જા વિકાસ યોજના અંતર્ગત વીજ યંત્રણા સક્ષમ કરવાનો નિર્દેશ રાજ્યોને આપ્યો છે. એ એનુસાર મહાવિતરણે 254 શહેરોમાં વીજ યંત્રણાનું સક્ષમીકરણ, વિસ્તરણ અને આધુનિકીકરણ કરવું, અંડરગ્રાઉન્ડ ઈલેકટ્રિક લાઈન્સ નાખવાનું કામ ફક્ત પંદર મહિનામાં પૂરું કર્યું છે. એમાં પ્રસ્તાવિત 120 નવા ઉપકેન્દ્રોમાંથી 119 ઉપકેન્દ્રો કાર્યાન્વિત થયા છે. 100 ઉપકેન્દ્રોનો ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. હાઈ અને લો વોલ્ટેજની 3042 કિલોમીટર ઈલેકટ્રિક લાઈન્સનું કામ પૂરું થયાનું મહાવિતરણે સ્પષ્ટ કર્યું છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે અંડરગ્રાઉન્ડ ઈલેકટ્રિક લાઈન્સ એકાત્મિક ઊર્જા વિકાસ યોજના અંતર્ગત મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ અંડરગ્રાઉન્ડ ઈલેકટ્રિક લાઈન્સ નાખનાર રાજ્ય બન્યું છે. નાના શહેરોની વીજ યંત્રણામાં ખરાબીઓ ઓછી કરવા માટે મહાવિતરણે જમીનની ઉપરની ઈલકટ્રિક લાઈન્સ ઓછી કરીને અંડરગ્રાઉન્ડ ઈલેકટ્રિક લાઈન્સ નાખવા પર ભાર મૂક્યો છે. એ અનુસાર દેશમાં સૌથી વધુ 4364 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ઈલેકટ્રિક લાઈન્સ નાખવાનું કામ પૂરું કર્યું છે. આ અંડરગ્રાઉન્ડ લાઈન્સ નાખતા અનેક ટેકનિકલ અડચણો અને કાયદાકીય અડચણો ઊભી થઈ હતી જેના પર માત કરીને મહાવિતરણે કામ પૂરું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...