તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાયકોસિસ કેસ:મુંબઈની વિવિધ હોસ્પિટલોમાં મ્યુકરમાયકોસિસના 112 દર્દી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈની બહારના દર્દીઓની સંખ્યા 276 છે

મુંબઈમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યા પછી ઘબકારા વધારનાર મ્યુકરમાઈકોસિસનું જોખમ પણ હવે ટળી રહ્યું છે. મુંબઈમાં અત્યારે કુલ 388 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે જેમાં મુંબઈના ફક્ત 112 દર્દીઓ છે. મુંબઈમાં હોસ્પિટલોમાં દાખલ થનારા મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા એક સમયે 500થી વધારે હતી. તેથી મહાપાલિકા સમક્ષ પડકાર ઊભો થયો હતો. પણ હવે મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા હવે નિયંત્રણમાં આવી રહી છે. હાલની સ્થિતિમાં મુંબઈમાં દાખલ દર્દીઓમાં 276 દર્દીઓ બહારગામના છે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી.

કોરોનાની બીજી લહેર અને કોરોના પછી થતા મ્યુકમાઈકોસિસના દર્દીઓ વધતા મુંબઈનું ટેન્શન વધ્યું હતું. આંખો, નાક અને મગજ પર હુમલો કરતા આ ફૂગજન્ય રોગને લીધે જીવને જોખમ ઊભું થાય છે. કોરોનાની સારવારના અતિ પ્રમાણમાં લીધેલા સ્ટેરોઈડ્સ, ટોસિલેઝુમેબના અતિ વપરાશના કારણે આ રોગ થતો હોવાનું નિષ્ણાતો જણાવે છે.

મ્યુકરમાઈકોસિસના દર્દીઓ મળ્યા પછી મહાપાલિકાએ ટાસ્કફોર્સે નિશ્ચિત કરેલા પ્રોટોકોલ અનુસાર યંત્રણા ઊભી કરીને કામ કર્યું. મ્યુકરમાઈકોસિસના દર્દીઓ પર મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન અને કૂપર હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. આ રોગ પર અસરકારક ઈંજેક્શન એમ્ફોટેરેસિન-બી લેપોઝોમ અને ટેબ્લેટ પોસોકોનેઝોલ વાપરવામાં આવે છે. નાક અને આંખોમાંથી ઓપરેશન કરીને ઈન્ફેક્શન કાઢી નાખવામાં આવે છે.

અત્યાર સુધીના 50 ટકા દર્દીઓ પર ઓપરેશન કરવામાં આવ્યું છે. આ રોગમાંથી સંપૂર્ણપણે સાજા થવા લગભગ ચારથી છ અઠવાડિયા લાગે છે એવી માહિતી મહાપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી હતી.

હાલની સ્થિતિ
અત્યારે કુલ 388 દર્દીઓ મુંબઈમાં મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે જેમાં મુંબઈના 112 અને બહારગામથી સારવાર માટે આવેલા 276 દર્દીઓ છે.

મ્યુકરમાઈકોસિસના લક્ષણો
મ્યુકરમાઈકોસિસ થાય તો આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. આંખમાંથી પાણી આવવું, આંખ લાલ થવી, દષ્ટિ ઓછી થવી, નાકમાંથી દુર્ગધવાળો સ્ત્રાવ થવો, નાકમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી ફૂગવાળો કાળો દુર્ગંધયુક્ત સ્ત્રાવ થવો, માથાના દુખાવા જેવા લક્ષણો પછી મ્યુકરમાઈકોસિસના વાયરસ મગજ પર પણ હુમલો કરે છે.

અન્ય સમાચારો પણ છે...