તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચોરી વધી:લોકડાઉન વચ્ચે મુંબઈમાં 4 માસમાં 1110 વાહનની ચોરી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર ગિરદી ઓછી થતા વાહનચોરી વધી

મુંબઈમાં વાહનચોરીઓની ઘટનામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે અને ચોરી થયેલ વાહન પાછું મેળવવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું દેખાયું છે. ચાલુ વર્ષમાં પહેલા ચાર મહિનામાં મુંબઈમાં 1110 વાહનો ચોરી થયા છે. એમાંથી ફક્ત 226 ગુનાઓનો ઉકેલ કાઢવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા એક વર્ષમાં વાહનચોરીના 2801 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ફક્ત 1085 ગુનાઓનો ઉકેલ કાઢવાનું પોલીસ માટે શક્ય થયું છે. લોકડાઉનના કારણે રસ્તા પર ગિરદી ઓછી થતા વાહનચોરીઓ વધી. ઘર નજીક, સોસાયટીના અથવા કાર્યાલયની બહાર પાર્ક કરવામાં આવેલી કાર ચોરી થવાની ઘટનાઓ વધી.

ચોરી થનારા વાહનોમાં મોંઘી કાર, રિક્ષા, ટુવ્હીલરનો સમાવેશ છે. સૌથી વધુ પ્રમાણ ટુવ્હીલરનું છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે વાહનચોરીઓના ગુનાઓમાં ઉકેલનું પ્રમાણ ખૂબ ઓછું છે. ચોરોની ગુનાની પદ્ધતિ, વાહનચોરોની ટોળકીઓ, તેમ જ ચોરીના વાહનોનો કરવામાં આવતા નાશ બાબતે પૂરતા પ્રમાણમાં માહિતી ન હોવાથી ચોરીના વાહનો મળવા મુશ્કેલ થાય છે.

સ્પેશિયલ ટીમની જરૂર
વાહનચોરીના ગુના ઉકેલવા માટે એક વિશેષ યુનિટ મુંબઈ ગુના શાખાની વાહનચોરી વિરોધી ટીમ કાર્યરત હતી. 2018માં આ યુનિટ બંધ કરીને એના અધિકારીઓ અને કર્મચારીઓની અન્ય ઠેકાણે નિમણુક કરવામાં આવી હતી. આ ટીમ કાર્યરત હતી ત્યારે વાહનચોરી કરતી ટોળકીઓ, તેમની ગુનો કરવાની પદ્ધતિ, આ ટોળકીના ગુનેગારોની હિલચાલ પર બારીકાઈથી નજર રાખવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...