કાર્યવાહી:બોઈસરમાં 11 વર્ષના છોકરાનો 5 વર્ષની બાળકી પર અત્યાચાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીર આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ

મુંબઈના સાકીનાકા પરિસરમાં મહિલા સાથે અમાનવીય અત્યાચાર કર્યાની ઘટનાતી મુંબઈ સહિત સંપૂર્ણ રાજ્ય શોકમાં છે. આ પીડિત મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો છે. નિર્ભયા દુષ્કર્મ હત્યાકાંડ જેવા આ પ્રકરણને હજી થોડા દિવસ થયા છે ત્યાં મુંબઈ નજીક પાલઘર જિલ્લાના બોઈસરમાં એક 5 વર્ષની બાળકી સાથે અત્યાચાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે. બોઈસર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક પરિસરમાં 5 વર્ષની બાળકી સાથે સોમવારે રાત્રે એક 11 વર્ષના છોકરાએ અત્યાચાર કર્યાની આઘાતજનક ઘટના બની હતી.

બાળકીના કુટુંબીઓએ નોંધાવેલી ફરિયાદ પછી આ પ્રકરણે બોઈસર પોલીસ સ્ટેશનમાં સગીર આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યાની માહિતી મળી છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અત્યારે એની તબિયત સ્થિર છે.

આરોપી સગીર હોવાથી એને બાળ ન્યાયાલય (જ્યુવિલિયન કોર્ટ)માં હાજર કરવામાં આવશે એવી માહિતી બોઈસર પોલીસ સ્ટેશનના પોલીસ નિરીક્ષક કદમે આપી હતી. દરમિયાન લોકડાઉન હળવો થતા જ મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનાના સમયગાળામાં મુંબઈમાં દુષ્કર્મના 550 ગુનાઓ દાખલ થયા છે. વિનયભંગના લગભગ 1100 ગુનાઓની નોંધ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...