તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટનાને 15 વર્ષ પૂરાં:11 મિનિટ, 7 બોમ્બવિસ્ફોટ અને 189નો ભોગ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ આતંકવાદી હુમલામાં 800થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા

11 જુલાઈ, 2006ના રોજ મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેનમાં 11 મિનિટમાં 7 બોમ્બવિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ અરેરાટીજનક ઘટનાને આજે 15 વર્ષ વીતી ગયાં છે. છતાં તેની યાદ આજે પણ લખલખું પ્રસરાવીને રહે છે. ટ્રેનમાં સાંજે ગિરદીના સમયે કરવામાં આવેલા આ વિસ્ફોટમાં 189 નિર્દોષ પ્રવાસીઓનો ભોગ લેવાયો હતો, જ્યારે 800થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાક વિકલાંગ થઈ ગયા છે. આ કાળા દિવસની યાદ આજે પણ તાજી છે.

11 જુલાઈ, 2006ના રોજ સાંજે 4.35 વાગ્યે આ ઘટના બની હતી. મુંબઈની જીવાદોરી લોકલમાં રોજ હજારો લોકો પ્રવાસ કરે છે. તેમાંય સાંજે કામધંધો છૂટવાના સમય પછી લોકલ ખીચોખીચ ભરાઈને જતી હોય છે. આ જ રીતે તે દિવસે દિવસભર કામ કરીને થાકેલા પ્રવાસીઓ ઘર તરફ જતા હતા. તેમના ઘરવાળા આગમનની હંમેશ મુજબ વાટ જોતા હતો. જોકે સાંજે ફક્ત 11 મિનિટમાં મુંબઈથી મીરા રોડ દરમિયાન ઉપરાછાપરી બોમ્બવિસ્ફોટ થયા મુંબઈ સહિત આખો દેશ હચમચી ઊઠ્યો હતો.

બોમ્બવિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે લોકલ ટ્રેનના મજબૂત પતરા પણ ફાટી ગયા હતા. ખાસ કરીને આતંકવાદીઓએ યોજનાબદ્ધ રીતે બોમ્બ પ્રેશરકૂકરમાં ગોઠવ્યા હતા. બોમ્બ માટે આરડીએક્સ, અમોનિયમ નાઈટ્રેટ, ઈંધણ તેલ અને ખીલાઓનો ઉપયોગ કરાયો હતો.

આતંકવાદીઓએ ટ્રેનમાં લગેજ મૂકવાની જગ્યાઓમાં ગોઠવી દીધા હતા. તેમાં ટાઈમર લગાવવામાં આવ્યા હતા, જેને લીધે ટ્રેનો અલગ અલગ સ્ટેશને પહોંચી ત્યારે એક પછી એક ફાટ્યા હતા. ફર્સ્ટ ક્લાસને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ ધાર્યા મુજબ ભારે જાનહાનિ થઈ હતી.આ હુમલા પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે-તોઈબા દ્વારા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...