તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરવાનગીની વાટ:1000 ગણેશ મંડળો મંડપ બાંધવા પરવાનગીની રાહ જોઈ રહ્યાં છે

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ મંડળો 6 સપ્ટેમ્બર સુધી મહાપાલિકા સમક્ષ અરજી કરી શકશે

બધાનો મનગમતો ગણેશોત્સવ દસ દિવસ દૂર છે ત્યારે મુંબઈમાં અરજી કરેલા હજુ પણ 1000 ગણેશ મંડળો મંડપ બાંધવા માટે પરવાનગીની વાટ જોઈ રહ્યા છે. હમણાં સુધી 9500 મંડળોને પરવાનગી આપવામાં આવી છે. 178 મંડળોને વિવિધ કારણોસર પરવાનગી નકારવામાં આવી છે, જ્યારે 588 મંડળોની અરજી છાનબીન પ્રક્રિયા હેઠળ છે.

બધાં ગણેશ મંડળોને મહાપાલિકાની પરવાનગી લઈને જ ઉત્સવ ઊજવવો પડે છે. મંડળ માટે આ વર્ષે 21 જુલાઈ સુધી ઓફફલાઈન પરવાનગીની સુવિધા કરી અપાઈ હતી. જોકે મંડળોએ ઓનલાઈન પરવાનગી અપનાવી હોવાથી હવે ફક્ત ઓનલાઈન પરવાનગી જ આપવામાં આવી રહી છે. મંડળો પરવાનગી માટે 6 સપ્ટેમ્બર સુધી જ અરજી કરી શકશે, જ્યારે 7-8 સપ્ટેમ્બરે અંતિમ તબક્કામાં પણ પરવાનગી આપી શકાશે. આ વખતે કોરોનાને લીધે મંડળો પાસેથી કોઈ પણ શુલ્ક લેવામાં આવતું નથી. મંડળોને ચાર ફૂટ સુધી જ ગણેશમૂર્તિની સ્થાપના કરવાની પરવાનગી છે.

વિસર્જન માટે સ્લોટ બુકિંગ
દરમિયાન વિસર્જન સમયે ગિરદી ટાળવા માટે મહાપાલિકા સ્લોટ બુકિંગ સુવિધા શરૂ કરશે. મહત્ત્વની ચોપાટીઓ અને નૈસર્ગિક વિસર્જન સ્થળે આ સુવિધા ઉપલબ્ધ કરાશે. આ મુજબ વિસર્જન માટે સમય મળ્યા પછી એક કલાકમાં ભાવિકોએ અપેક્ષિત ઠેકાણે બાપ્પાની મૂર્તિ વિસર્જન માટે લઈ જવાની રહેશે, એમ ડેપ્યુટી કમિશનર હર્ષદ કાળેએ જણાવ્યું હતું.

ઘરગથ્થુ અને સાર્વજનિક માટે બુકિંગ
ગયા વર્ષે પહેલી વાર કોરોનાના કહેરને ધ્યાનમાં લેતાં ગિરદી ટાળવા ગોરેગાવ ચોપાટી પર આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડના નિયોજનથી સ્લોટ બુકિંગ સુવિધાની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપક્રમ સફળ નીવડતાં આ વર્ષે વ્યાપક પ્રમાણમાં આ સુવિધા ઉપલબ્ધ કરાશે.

આ માટે મહાપાલિકાના માધ્યમથી એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સોફ્ટવેર પર ઓનલાઈન બુકિંગ કરી શકાશે. ઘરગથ્થુ અને સાર્વજનિક મંડળો તેને આધારે મૂર્તિ વિસર્જન માટે લઈ જઈ શકશે. આથી છેલ્લા દિવસે વિસર્જન માટે થતી ગિરદી ઓછી કરવામાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...