તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈની વિશેષ પોસ્કો કોર્ટનો ચુકાદો:5 વર્ષના બાળકનું જાતીય શોષણ કરનારને 10 વર્ષ કેદ

મુંબઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાંચ સંતાનના પિતાએ વિકૃતિ પછી શરીરમાં ભૂત આવ્યાનું કહ્યુ હતુ

પાંચ વર્ષના બાળકનું જાતીય શોષણ કરનાર વિકૃતને મુંબઈની વિશેષ પોસ્કો કોર્ટે બોધ આપતાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. 58 વર્ષના આરોપીએ 2018માં પાડોશમાં રહેતા બાળકનાં કપડાં કાઢીને ગુપ્તાંગને સ્પર્શ કર્યો હતો. હસ્તમૈથુન પણ કર્યું હતું. પાંચ સંતાનના આ પિતાને કોર્ટે સજા સંભળાવતી વખતે બાળકના શરીરને કોઈ પણ ખોટો સ્પર્શ કરવો તે ગુનો છે એવું સ્પષ્ટ કર્યું હતું.આ પ્રકરણ 4 એપ્રિલ, 2018નું છે. ઘરની બહાર રમતો પાંચ વર્ષનો બાળક દોડતો દોડતો પોતાના ઘરમાં ગયો. તેને ડરેલો જોઈને માતાએ શું થયું એવું પૂછ્યું હતું. જોકે ઉત્તર આપવાને બદલે તે માળિયા પર જતો રહ્યો હતો. તેની માતા પાછળ ગઈ હતી.

માતાએ સમજાવવા છતાં તે કશું બોલતો નહોતો. આથી માતાએ ખીજાઈને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે પાડોશમાં રહેતો મુર્ગીવાલા ચાચાએ રૂ. 2 આપ્યા અને તેના ઝૂંપડામાં લઈ ગયો. ત્યાં તેને સુવાડ્યો અને પછી પોતાનું પેન્ટ ઉતારીને દુષ્કર્મ કર્યું. માતાને આ સાંભળીને આંચકો લાગ્યો હતો. તે બાળકને લઈને આરોપીના ઘરે પહોંચી ગઈ હતી. આરોપીને જવાબ પૂછતાં મારા શરીરમાં ભૂત આવ્યું હતું, કૃપા કરી મને માફ કરો એવો બચાવ કરવા લાગ્યો હતો. મહિલાએ પતિને ઘટનાની જાણ કરી હતી.

આ પછી વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીડિત બાળક અને માતા સાથે ઘરમાલિકે પણ કોર્ટમાં સાક્ષી આપી હતી.દલીલો પછી કોર્ટે સરકારી વકીલોએ પોસ્કો કાયદાની કલમ 6 અને 10 અંતર્ગત ગુનો થયો હોવાનું સિદ્ધ કર્યું હોવાની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો