તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અનધિકૃત રીતે રહેતા 10 નેપાળીઓ ઝડપાયા

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરીવલીમાં આધારકાર્ડ સેન્ટર પાસેથી બોગસ દસ્તાવેજો લઈને બોરીવલી- દહિસરમાં અનધિકૃત રીતે વસવાટ કરતા 10 નેપાળી નાગરિકોની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-11 દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નેપાળી અને બંગલાદેશી નાગરિકો તેમ જ એનઆરઆઈ સહિત અનેકને બોગસ દસ્તાવેજો આપનારા આધારકાર્ડ સેન્ટરના ઓપરેટર અને એજન્ટની ધરપકડ પછી હવે આ દસ્તાવેજોેને આધારે મુંબઈમાં અનધિકૃત રહેનારા પર કાર્યવાહી શરૂ કરાઈ છે.

ચામુંડા સર્કલ, બોરીવલી પશ્ચિમમાં આધારકાર્ડ સેન્ટરમાં રૂ. 5000-7000 લઈને કોઈ પણ દસ્તાવેજો વિના આધારકાર્ડ કઢાવી આપવામાં આવે છે એવી માહિતીને આધારે તપાસ કરવામાં આવી ત્યારે આ ચોરી પકડાઈ હતી. આ પ્રકરણે સેન્ટરના માલિક પાલઘરના વિનોદ નાનુ ચવાણ (24) અને બોરીવલીના એજન્ટ ઉમેશ અરવિંદ ચૌધરી (31)ની બે દિવસ પૂર્વે ધરપકડ કરવામાં આવી હતી.ચ‌‌‌વાણ બેન્કના અધિકારીની જાણ બહાર ઓનલાઈન ફોર્મ ભરીને વ્યક્તિના ફિંગરપ્રિંટ, આંખો સ્કેન કરીને ફોટો લઈને ફોર્મની પ્રિંટ કઢાવીને આપતો હતો. તે વ્યક્તિને તેના આધારકાર્ડની નોંધણી થઈ ગયાનું કહીને પૈસા લઈ લેતો.

ફોર્મની પ્રિંટ પરનો નોંધણી નંબર ટ્રેકિંગ આઈડી છે એવું કહેતો. તે વ્યક્તિ નોંધણી નંબર પરથી તપાસ કરે તો ફોર્મ રિજેક્ટ થયો છે એવું દેખાતું હતું. આ પછી આરોપી તેને ઈન્ટ્રોડ્યુસરના વિકલ્પથી આધારકાર્ડ મેળવી આપતો હતો. આધારકાર્ડ નોંધણી પ્રક્રિયામાં નજીકના સંબંધી અથવા કુટુંબના નાના બાળકો માટે ઈન્ટ્રોડ્યુસરનો વિકલ્પ અપનાવવો એવી સૂચના છે. જોકે આરોપી તેનો ગેરલાભ ઉઠાવીને લોકો સાથે ઠગાઈ કરતા હતા. ચૌધરી તેને જરૂરતમંદોને શોધી લાવવામાં મદદ કરતો હતો. આ રીતે તેમણે અનેક નાગરિકો પાસેથી પૈસા લઈને બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા છે.

આરોપીઓ પાસેથી શું જપ્ત કરવામાં આવ્યું
બાર મોબાઈલ ફોન, રોકડ, કોમ્પ્યુટર, ફિંગરપ્રિંટ સ્કેનર, આઈ સ્કેનર, પ્રિંટર, પેનકાર્ડ, આધારકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડેબિટ- ક્રેડિટ કાર્ડસ, વીમા પોલિસી, કોલેજ લિવિંગ સર્ટિફિકેટ, મહારાષ્ટ્ર સરકારના રાજપત્ર વગેરે દસ્તાવેજ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો