તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લોકડાઉનથી દરેક 5માંથી 1 કપડાંની દુકાન ભારે સંકટમાં

મુંબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર્થિક પેકેજને મુંબઈ રિટેઈલ ક્લોથ ડીલરોનો આવકાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ઇકોનોમીને ફરી પાટા પર લાવવા માટે રૂ. ૨૦ લાખ કરોડના પેકેજની ઘોષણા કરી તે આવકારદાયક છે, એમ ફેડરેશન ઓફ મુંબઈ રિટેઈલ ક્લોથ ડિલર્સ એસોસિયેશનના મંત્રીઓ શૈલેષ ત્રિવેદી અને હરેન મહેતાએ જણાવ્યું હતું. હવે લોકડાઉનમાં રાહત અપાય અથવા અમુક એરિયામાં લોકડાઉન ઉપાડી લેવાય તો પણ રિટેઈલ દુકાનો ૫માંથી ૧ બંધ થવાની આરે છે, જેનું મુખ્ય કારણ વેચાણ શૂન્ય છે, ભાડાં પોસાતાં નથી, સ્ટાફના પગાર ચાલુ છે, ઇલેક્ટ્રિકનાં બિલ, બેંકના હપ્તા, જીએસટી, પ્રોફેશનલ ટેક્સ વગેરે ખર્ચ ચાલુ જ છે.

હાલમાં જનતા ફક્ત જીવનજરૂરી વસ્તુની ખરીદી કરવામાં માને છે. નવાં કપડાંની જરૂરિયાત અત્યારે તો લોકોને દેખાતી નથી. ભીડભાડવાળી જગ્યાએ દુકાનો છે અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એમ નથી ત્યાં પણ વેપારીઓ પોતાની દુકાન અત્યારે બંધ રાખવા જ ઇચ્છે છે. મુંબઈમાં ઘણી જગ્યાએ જેમ કે હિન્દમાતા માર્કેટ, મલાડમાં નટરાજ માર્કેટ, મંગલદાસ માર્કેટ, થાણા, ઘાટકોપર, અંધેરી, બોરીવલી વગેરે એરિયામાં મોટે ભાગે ભાડાંની દુકાનો છે. સાઉથ મુંબઈમાં અમુક એરિયામાં ૧૦૦૦ ફૂટ દુકાનનું ભાડું લગભગ અઢીથી ત્રણ લાખ જેવું ચાલે છે, એમ તેમણે જણાવ્યું હતું. એમના હિસાબે ઓછામાં ઓછી ૨૦ ટકા રિટેઈલ દુકાનો બંધ થવાની તૈયારીમાં છે અને એવું થાય તો બીજા ૧૦ ટકા વેપારીઓ જે રિટેઈલ દુકાનોમાં સપ્લાય કરે છે તેમના ધંધા પણ બંધ થઈ જશે એવો અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો