કાર્યવાહી:સ્કૂટર-બાઈક વચ્ચે અકસ્માત અંગે 1ની હત્યાઃ 3ની ધરપકડ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નાગપુર શહેરમાં ટુ-વ્હીલરને સ્કૂટર સહેજ ઘસારો પહોંચાડતાં ત્રણ જણે 25 વર્ષના યુવાનની હત્યા કરી નાખી હતી. જિતેન્દ્ર વિકાસ ચોપડે રસ્તા પરના ધાબા પર મિત્ર સાથે ભોજન કર્યા પછી સ્કૂટર પરથી પસાર થતો હતો ત્યારે હુડકેશ્વર વિસ્તારમાં શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી.તેમના વાહને ચંદ્રકિરણ નગરમાં રહેતા આરોપીની બાઈકને સહેજ ઘસારો પહોંચાડ્યો હતો. ચોપડેએ એક આરોપીને ગાળ આપી સહતી, જેમાં બંને બાજુ દલીલો થઈ હતી, જેમાંથી ઝઘડો વકર્યો હતો, એમ હુડકેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

બે ભાઈ અને એક સહીર સહિત ત્રણ આરોપીઓએ તે પછી ચોપડે પર ધારદાર હથિયારનો ઘા કર્યો હતો અને તેના મિત્ર પર પણ હુમલો કર્યો હતો. બંને ઈજા પામ્યા હતા, તેમને હોસ્પિટલમાં લઈ જવાતાં ચોપડેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો, જ્યારે તેનો મિત્ર સારવાર હેઠળ છે.પોલીસે આ અંગે બે ભાઈની ધરપકડ કરી હતી, જ્યારે સગીરને અટકાયતમાં લઈને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો છે. તેમની સામે હત્યા અને અન્ય આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચોપડેના પરિવારે શનિવારે હુડકેશ્વર પોલીસ સ્ટેશનની બહાર મૃતદેહ મૂક્યો હતો અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની તુરંત ધરપકડ કરવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...