ક્રાઇમ:કુંભિયા ગામે ઘરના ભાગ મુદ્દે અદાવત રાખી પિતરાઇએ લાકડી વડે મારતા યુવકનું મોત

માયપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોલવણ તાલુકાના કુંભિયા ગામે એક ઈસમને પિતરાઈ ભાઈએ ઘરના ભાગના ઝઘડાની જૂની અદાવત રાખી લાકડીના સપાટા મારતા મોત નીપજ્યું હતું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કુંભિયા ગામે નદી ફળિયામાં રહેતા ફરિયાદી મનિષાબેન સંતોષભાઈ ચૌધરીની ફરિયાદમાં જણાવ્યું હતું કે પાડોશમાં ઘર ધરાવતાં મરણ જનાર સંતોષભાઈના પિતરાઈ ભાઈ ગણેશભાઈ ચૌધરીએ ઘરમાં આવી લાકડી વડે આડેધડ માર મારી રહ્યા હતા. તે અરસામાં લગ્નમાંથી જમી પરવારી સંતોષભાઈના પત્ની મનીષાબેન આવી જતાં તેમણે સંતોષભાઈને છોડાવ્યા હતા. ઝઘડાનું કારણ પૂછતા શંકરભાઈના પત્નીએ જણાવેલ કે લગ્ન ગામમાં હોય શંકરભાઈ મરણ જનાર સંતોષને લગ્નમાં જમવા જવાનું કહેતા હતા. આ દરમિયાન બાજુમાં ઘર ધરાવતાં ગણેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્યાં આગળ દોડી આવી સંતોષભાઈને નાલાયક ગાળો આપી, શંકરભાઈની લાકડીથી માર મારતા કહેતા હતા કે તારી કાયમની મગજમારી છે. તું ઘર બાબતે પણ મારી સાથે લડતો ઝઘડતા રહે છે.

આજે તને પૂરો કરી નાખું એમ કહી માર મારતા મારતા ગંભીર ઇજાઓ પામેલ આ દરમિયાન કોઇ કે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા સંતોષભાઈને તેમના પત્ની 108 એમ્બ્યુલન્સમાં બેસાડી ગડત સરકારી દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યાથી વ્યારા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અને ત્યાથી ફરી વ્યારા લવાઇ રહ્યા હતા. ત્યારે સંતોષભાઈની તબિયત વધુ બગડતાં તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં પરત લાવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે સંતોષભાઈને મરણ જાહેર કરેલ હતા. આ અંગે ડોલવાણ પોલીસે ગણેશભાઈ ચૌધરી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સુરતમાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવાયું
પીએસઆઇ વિક્રમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરતા પેનલ પીએમ સુરત ખાતે કરાવવા લઇ ગયા હતા. મૃત્યુનું કારણ પેનલ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.

અન્ય સમાચારો પણ છે...