તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આજે વાલોડ અને મહુવા તાલુકામાં 551.16 લાખના 6 ચેકડેમોનું કામ શરૂ

માયપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે વાલોડ અને મહુવા તાલુકાના 6 ચેકડેમોના ખર્ચે 551.16 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

તા.31મી ડિસેમ્બરના રોજ 170 મહુવા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વાલોડ અને મહુવા તાલુકાના 6 જેટલા ચેકડેમો રૂપિયા 551.16 લાખના ખર્ચે બનનારા ચેકડેમોનું ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે ખાતે મુહૂર્ત થનાર છે, જેમાં વાલોડ તાલુકામાં અધ્યાપોર ગામે પૂર્ણા નદી પર 122.58 લાખના ખર્ચે, કુંભિયા ખાતે પુલના ઉપરવાસમાં પૂર્ણા નદી પર 92.60 લાખના ખર્ચે, બહેજ ખાતે વાલ્મિકી નદી પર 141.49 લાખના ખર્ચે, દેગામા ખાતે મીંઢોળા નદી પર 55.52 લાખના ખર્ચે, સ્યાદલા ખાતે મીંઢોળા નદી પર 49.57 લાખના ખર્ચે તથા મહુવા તાલુકામાં શંકરતલાવડી ખાતે પૂર્ણા નદી પર 89.40 લાખના ખર્ચે, વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.

પૂર્ણા, મીંઢોળા અને વાલ્મિકી નદીઓ પર બનનારા ચેકડેમોની કારણે જે તે વિસ્તારના ભુર્ગભ પાણીના સ્તર ઉંચા આવશે, અને નદીઓમાં પાણીનો અટકાવ થતાં નદી કિનારાના ખેડૂતોને સિંચાઈ થકી પાણીનો બારેમાસ જથ્થો મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો