વાલોડ તાલુકા મથકે વોટરવર્ક્સની પાઇપલાઈન પર ઝાડ પડતા ભંગાણ થવાને કારણે 2 દિવસ પાણી બંધ થવાને કારણે પાણી માટે હાલાકી થતાં ગ્રામ પંચાયતે ટેન્કરથી પાણી પહોંચાડ્યું હતુ. વાલોડ ખાતે વોટર વર્ક્સની સામેના ભાગમાંથી માર્ગ પહોળો કરવાની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની કામગીરી કરતા ઝાડની વિશાળ શાખાઓ પડતા વરસો જૂની પાઇપલાઇન પર પડતા તૂટતા ભંગાણ સર્જાયું હતું. ભંગાણને કારણે વાલોડમાં બે દિવસથી પાણી બંધ છે. બે દિવસથી પાણી ન આવતા પાણી માટે બૂમો પડતા ગ્રામ પંચાયત વાલોડના ઇન્ચાર્જ સરપંચ રાજેશ્વરી બેન ઠાકોર અને તલાટી રાજુભાઈ મહાલે દ્વારા નગરમાં ટેન્કર દ્વારા પાણી પહોચાડવાનું કામ કરેલ છે.
લોકોએ જરૂરીયાત પ્રમાણે ડોલ,બેડા લઈ પાણી ટેન્કરોમાંથી ભરી રહ્યા હતા. ઝાડ કાપણી કરનાર ઇજારદારની બેદરકારીને કારણે વાલોડ પાણી વિના બે દિવસથી ટળવળે છે. વાલોડની પાઇપલાઇન ભંગાણ એક જગ્યાએથી મરામત કરી ઇજારદારે હાથ ઊંચા કરી લીધા છે. આજરોજ પાઇપલાઇનમાં પાણી છોડતાં ઝાડના થડ નજીકથી પાણી લીકેજ થયુ હતુ.
વાલોડમાં 1968થી વોટર વર્કસની પાઇપલાઇન હોય અનેક જગ્યાએથી જર્જરિત અવસ્થામાં વચ્ચે જે પાણીની પાઇપ લાઇન નવી કરવાની તાતી જરૂરિયાત હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારીને કારણે વાલોડની સમસ્યા કાયમી બની છે. અગાઉ કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવી હોવા છતાં રાજકરણ અને ટાંટિયા ખેચને કારણે ગ્રાન્ટ ફ્રરી સરકારમાં પરત થઈ ગઈ હતી. ગ્રાન્ટ ફરી પરત આવે અને વાલોડમાં વિકાસના કામો હાથ ધરાય તો પાણીની કાયમી સમસ્યા હલ થઇ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.