તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:લોકોેને પાણીની હાલાકી ત્યાં સરપંચ માજી સરપંચના ખેતરમાં પાણીની પાઇપલાઇન

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોસંબીયામાં પાણી મળતું ન હોવાની કલેક્ટરને રજૂઆત

વાલોડ તાલુકાના કોસંબિયા ગામે પાણી પુરવઠાની લાઇનમાંથી કેટલાક ખેડૂતો અને પદાધિકારીઓ પાણીની ચોરી કરતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કરતો આજરોજ આવેદન પત્ર આપ્યુ હતુ. ઘરે ઘરે નળથી પાણી પહોંચતું કરવાના દાવાઓ યોજનાના ત્રણ વર્ષે પણ સ્વપ્ન જેવા સાબિત થઈ રહ્યા છે.વાલોડ તાલુકાના કોસંબિયાં ગામની વસ્તી 1000ની આસપાસ છે. કોસંબીયાં ખાતે દાદરિયાથી વાસ્મો યોજનામાંથી પાણી પહોંચાડવામાં આવે છે.

ત્રણ વર્ષ અગાઉ યોજના શરૂ થયા બાદ ગામમાં જોડાણો ઘરે-ઘરે આપવામાં આવ્યા હતા અને કેટલીક જૂની લાઈનોમાં પણ જોડાણ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરપંચ અને માજી સરપંચના ખેતરમાં સીધો પાણી પહોંચતું હોવાની ગ્રામજનો ફરિયાદ કરી છે. પાણીની ચોરી થઇ રહ્યા હોવાનું જણાવ્યું છે કાલિયા આંબા અને પટેલ ફળિયા અને આંબાવાડી જે ઉંચાણવાળા વિસ્તારોમાં ત્રણ વર્ષથી પાણી નથી પહોંચ્યુ, હાલ ઉનાળો હોવાથી પાણી ન મળતા મનુષ્યની સાથે ઢોર પશુ-પંખીઓની હાલત કફોડી બની છે.

રાજ્ય સરકાર પાણીની સમસ્યા દૂર કરવા અને ઘરે ઘરે પાણી પહોચાડવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જેની સામે કોસંબીયાના સરપંચ અને માજી સરપંચ પાણીની ચોરી કરતા હોવા અંગે આવેદનપત્ર આપતા રાજકારણ ગરમાયુ છે. બનાવ અંગેની જાણ થતા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીએ રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારીને જે સ્થળે ચોરી થતી હોય તેવા સ્થળ બતાવ્યા હતા અને ઘરમાં પહોંચાડવાની લાઈન ખેતરમાં પહોંચી ગઇ હોવાનું જણાવતાં ગ્રામજનોના કહેવા મુજબ પ્રાંત અધિકારીએ ખેતરમાં જતી પાઇપલાઇનનાં ભંગાણ 15 દિવસમાં દૂર કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો