તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વાલોડમાં લાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વાલોડ ખાતે નીલકંઠ સોસાયટી નજીક પાણી પુરવઠાની લાઇનમાંથી પાણી લીકેજ થતાં પાણીનો વેડફાટ. - Divya Bhaskar
વાલોડ ખાતે નીલકંઠ સોસાયટી નજીક પાણી પુરવઠાની લાઇનમાંથી પાણી લીકેજ થતાં પાણીનો વેડફાટ.
 • ફરિયાદ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી

વાલોડ તાલુકાના ગાંધી વિદ્યાપીઠ ખાતે આવેલ નીલકંઠ રેસિડેન્સી સોસાયટીની બાજુમાં પાણી પુરવઠાની યોજનાની પાઇપ લાઇનમાં એર વાલ્વમાંથી કેટલાક સમયથી પાણીનો ફુવારો નીકળતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું નીલકંઠ સોસાયટીના માલિકે ફરિયાદ કરી હતી. તેમ છતાં કામગીરી આજ સુધી પૂર્ણ કરવામાં આવી નથી.

ગાંધી વિદ્યાપીઠ વાલોડની બાજુમાં નીલકંઠ સોસાયટીની બાજુમાં પાણી પુરવઠાની કાકરાપાર બલ્ક યોજનાની પાઇપલાઇનના એર વાલ્વમાંથી છેલ્લા ઘણા સમયથી પાણી લીકેજ થતું હોવા અંગે નીલકંઠ સોસાયટીના માલિકે રજૂઆતો કરી હતી. આ લીકેજ પાણી નીલકંઠ સોસાયટીના કેમ્પસમાં ભેગું થવાથી પાણીનો વેડફાટ થાય છે. આ અંગે નીલકંઠ સોસાયટીના માલિકે વાલોડ ગ્રામ પંચાયત ખાતે પાણીનો વેડફાટ થતો બંધ કરવા રજૂઆત કરી હતી તથા પાણી પુરવઠા ખાતાના અધિકારીઓ સાથે પણ ટેલીફોનીક વાત કરી હોવાનું જણાવ્યું હતું, હાલ ઉનાળાની સિઝનમાં આ રીતે પાણીનો વેડફાટ થતો હોવાથી તેને અટકાવવું જરૂરી છે

. લોકો ઉનાળામાં પાણી વગર તંગી અનુભવી રહ્યા છે, જ્યારે અહીં પાણીનો વેડફાટ થાય છે. જેમાં પાણી લીકેજ છેલ્લા કેટલાક સમયથી સદંતર થઈ રહ્યું છે. બલ્ક યોજનાના વાલ્વમાંથી આશરે 20 થી 30 ફૂટ જેટલું ઊંંચુ ફુવારા રૂપેે ઉડી રહ્યું છે. જેને લીધે પાણીનો જથ્થો જાહેરમાં પડી રહ્યો હોવાથી અહીં પાણીનો વેડફાટ બંધ થાય તેની તાતી જરૂરિયાત છે.

આ પાણી પુરવઠા યોજનાનું કામ: તલાટી
વાલોડ ગ્રામ પંચાયતના તલાટી રાજુભાઈ મહાલે સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નીલકંઠ સોસાયટી નજીકના એર વાલ્વમાંથી નીકળતું પાણીની જવાબદારી એ અમારે હસ્તક નથી, પરંતુ પાણી પુરવઠાની કામગીરી હોવાથી તેઓ આ ભંગાણ દૂર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો