તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને શ્વાસ લેવામાં તકલીફ:પેપર મિલ દ્વારા સળગાવતાં કચરા મુદ્દે ગ્રામજનોનો વિરોધ

માયપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાલોડના ડુમખલ ગામે સંકલ્પ પેપર મિલ દ્વારા સળગાવતા કચરા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
વાલોડના ડુમખલ ગામે સંકલ્પ પેપર મિલ દ્વારા સળગાવતા કચરા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.
  • ડુમખલમાં કચરાને લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ

વાલોડ તાલુકાના ડુમખલંમાં આવેલ સંકલ્પ પેપર મીલના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં રોજ સાંજે કચરો સળગાવામાં આવતા આજુબાજુના રહીશોને શ્વાસની તકલીફ તથા પ્રાયવર્ણને નુકશાન થતા ગ્રામ પંચાયતને તથા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી.

ડુમખલ ગામે સંકલ્પ પેપર મિલ આવેલ છે, જેમાં મોટા પાયે પેપર બનાવની કામગીરી કરવામાં આવી રહી છે. આ પેપર મિલમાં થતો બગાડ અને તેની સાથે પ્લાસ્ટિક રોજ સાંજે સંકલ્પ પેપર મિલના પાછળના ભાગે સળગાવવામાં આવે છે. જેને કારણે ડુમખલ,કુંભિયા,રાનવેરી ના કેટલાક વિસ્તારોમાં આ ધુમાડો જાય છે જેને કારણે ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને પ્રાયાવરણને નુકશાન કરતા છે.

આ કચરામાં કોઈક ઝેરી રસાયણ પણ સળગાવવામાં આવતો હોવાનું આજુબાજુના રહીશો પણ જણાવે છે, આજ પેપર મિલમાં ગત વર્ષે એક ભીષણ આગ લાગી હતી, ત્યારે ડુમખલ તથા આજુબાજુના લોકો પેપર મિલમાં લાગેલ આગ ઓલવવામાં મદદ કરી હતી. પરંતુ પેપર મિલ દ્વારા જાહેરમાં ઓકવામાં આવી રહેલ પ્રદુષણને કારણે લોકોને તકલીફ પડી રહી છે જે પ્રદુષણને અટકાવાની કામગીરી સરપંચ તલાટીથી લઇ કલેકટર સુધીના તમામની રહે છે. અરજદારોએ લેખિતમાં અરજ કરી આ પેપર મિલમાં કચરો સળગાવવાનું ચાલુ રાખે તો સોનગઢના ડોસવાડામાં થયેલ વિરોધ જેવો વિરોધ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

મિલને નોટિસ આપવામાં આવી છે
ડુમખલના સરપંચ લક્ષ્મીબેન જોસેફભાઈ ગામીતને ટેલિફોનિક પુછપરછ કરતા જણાવ્યું હતું કે અરજ મળી છે જેને પગલે આજરોજ સંકલ્પ પેપર મિલને કચરો સળગાવવા બાબતે નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...