તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામલતદારને લેખિતમાં રજૂઆત:વાલોડમાં ટેસ્ટિંગ કિટ, દવાઓ નથી

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વાલોડ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. - Divya Bhaskar
વાલોડ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
 • આરટીપીસીઆર રિપોર્ટ ચાર દિવસે આવે છે

વાલોડના મામલતદારને વાલોડના નાગરિકો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. વાલોડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણજોડ ખાતે કોરોના ટેસ્ટ થાય છે, જ્યાં કોરોના ટેસ્ટની એન્ટીજંસી, આર.ટી.પિ.સી.આર. કિટ નથી, દવાઓ નથી, આર.ટી.પી.સી.આર. રિપોર્ટને બદલે માત્ર ટેલિફોનિક જાણ કરે છે તથા ચાર-પાંચ દિવસે પોઝિટિવ નેગેટિવ હોવાનું જણાવે છે, જેથી દર્દીઓ કે અન્ય લોકો સાથે ત્રણથી ચાર દિવસના સંપર્કમાં રહેતા સંક્રમણ વધી રહ્યું છે. આ સાથે દવાઓ ઉપલબ્ધ નથી.

વાલોડ સી.એચ.સી.માં ટેસ્ટ કરવામાં આવતો ન હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે, તથા કણજોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાતો હોવાથી લોકોએ કણજોડ જવું પડે છે અને કણજોડ પ્રાથમિક આરોગ્ય ખાતે 12 વાગ્યા સુધી ટેસ્ટ થાય છે ત્યારબાદ બીજા દિવસે આવવાનું જણાવવામાં આવે છે, જેના લીધે લોકોએ 6થી 7 કિલોમીટર જવું પડે છે, બીજી વખત ટેસ્ટ કરવા માટે કણજોડ જવાનું હોય ત્યારે લોકો માંડી વાળે છેે. વાલોડ ખાતે લોકોએ કામ ધંધો બંધ કરી તંત્રને સહકાર આપેલ છે ત્યારે આરોગ્ય વિભાગમાં 12:00 પછી કામગીરી બંધ કરતા હોવાના ગંભીર આક્ષેપ કરી તંત્ર સામે શિક્ષાત્મક પગલાં લેવા આજરોજ વાલોડ મામલતદાર અભિષેક સિંંહાને આવેદન આપ્યું હતુ અને જણાવ્યું હતું કે વાલોડમાંં કેટલાક વિસ્તારોમાં વધુ કેસ હોય એવા વિસ્તારોને કોર્ડન કરવા તથા લિજજત પાપડ કેન્દ્રમાં માસ ટેસ્ટિંગ કરવા તથા તાલુકામાં નવો અલગ કોરોના વિભાગ ઉભા કરવાની માંગણી કરી હતી.

ભાજપના ગૃપમાં હોદ્દેદારોની PHC, CHCમાં તપાસની અપીલ
ધવલ શાહ , વાલોડ તાલુકા ભાજપા મહામંત્રીએ ભાજપના ગૃપ પર જણાવ્યું હતું કે સાંસદ, ધારાસભ્ય, જિલ્લાનાં તમામ હોદ્દેદારો,તાપી આરોગ્ય સમિતિના અધ્યક્ષ, તથા આગેવાનોને વિનંતી છે કે તાપી જિલ્લાની કોવિડ હોસ્પિટલ તેમજ તાલુકાનાં સી. એચ. સી. તથા પી.એચ.સીમાં તપાસ કરી પ્રજાને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા અને તબીબી અધિકારી સાથે સંકલન કરી પ્રજાએ મુકેલા વિશ્વાસનું ઋણ ચુકવવા વિનંતી કરી હતી.

રિપોર્ટ 4.00 વાગ્યે મોકલવાનો હોય છે
આરટીપિસીઆર ટેસ્ટ ચાલુ છે, રિપોર્ટ 4.00 વાગ્યા પહેલા વ્યારા જનરલ હોસ્પિટલમાં મોકલવાના હોય બપોરે 12.00 વાગ્યે બંધ કરી ત્રણ વાગ્યે પેક કરી મોકલવામાં આવે છે, દવાઓમાં ઉપરથી જે પ્રમાણે આવે તે પ્રમાણે પહોંચાડવામાં આવે છે, અન્ય ટેસ્ટ કિટ ઉપલબ્ધ નથી.> પ્રણયભાઈ ચૌધરી,આરોગ્ય અધિકારી, વાલોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો