તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાલોડ તા. પં.માં સમિતિમાં આમંત્રિતોની નિમણૂંકનો વિવાદ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ ગયો

માયપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કે જિલ્લા સંગઠનના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના સીધી નિમણૂક કરી દેવાઇ

વાલોડ તાલુકા પંચાયત નાણાપંચ આયોજન માટેની સમિતિ સભ્યોની નિમણૂંક બાબત ભાજપના જ નારાજ જૂથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ દખલ અંદાજી કરી ભાજપના ચૂંટાયેલા તેમજ તાલુકા કે જિલ્લા સંગઠનના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના સીધી આમંત્રિત સભ્યોની નિમણૂક કરી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી.

વાલોડ તાલુકામાં પંચાયતમાં 15માં નાણાપંચના આયોજન માટેની સમિતિનો વિવાદ દિવસે - દિવસે વકરી રહ્યો છે, તા.28મીના દિવસે કોંગ્રેસના સાત સભ્યો દ્વારા આમંત્રિત સમિતિના સભ્યોની નિમણૂંક બાબત ટીડીઓ અને ડીડીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી અને ચૂંટાયેલા સભ્યોને દૂર રાખ્યા હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેના બે દિવસ બાદ તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નવ સભ્યો પૈકી સાત સભ્યો દ્વારા લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી વાલોડને આવેદન આપવામાં આવ્યું હતું.

ઘટનાના અનુસાંધાને1લી સપ્ટેમ્બરે શાસક ભાજપના સાત સભ્યો પૈકી ચાર સભ્યો પાસે સહિઓ કરાવી સમિતિમાં આમંત્રિત સભ્યોની સમિતિની નિમણૂંક બાબત સંમતિ હોવાનું લખાવી લેવાયું હતું.વાલોડ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને લેખિતમાં જાણ કરી છે, જેમાં વાલોડ તાલુકા કક્ષાએ જ્યારે પણ કોઈ સમિતિની રચના કરવામાં આવે ત્યારે તાલુકા સંગઠનના પદાધિકારીઓ અને વિશ્વાસમાં લઇ કાર્યવાહી થાય કાર્યકરો અને પ્રજામાં સરકારની તેમજ પક્ષની પ્રજાભિમુખ પારદર્શી વહિવટની ઈચ્છા વધુ સુદઢ બને તથા ભૂતકાળમાં પણ ધારાસભ્ય મહુવાએ સંગઠન દ્વારા સૂચવેલાં નામો, એટીવીટી અને ટી.એસ.પી જેવી સમિતિઓમાંથી કાઢી મળતિયાઓને સામેલ કરેલ છે.

તાલુકા કક્ષાના નાણાપંચની કાર્યવાહીની પૂર્તતા કરવા તાલુકા પંચાયતની સભાને સત્તા છે, ચૂંટાયેલા પ્રતિનિધિ એ જ મંજૂરી આપવાની હોય ત્યારે આયોજનની સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના હોદ્દેદારોને સંયુક્ત રીતે સમાવેશ કરવા વાલોડ તાલુકા ભાજપ સંગઠન નવા હોદેદારોએ માંગણી કરી હતી. આ અંગેની અરજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી તાપી જિલ્લા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીને લેખિતમાં અરજ કરી છેે.

ધારાસભ્ય સામે આ મુદ્દે સભ્યોનો વિરોધ
વાલોડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા 23/08/2021 ના હુકમથી વાલોડ તાલુકા આયોજન સમિતિની રચનામાં આમંત્રિત સભ્યોનો સમાવેશ તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર ફક્ત ધારાસભ્ય મહુવા મોહનભાઇ ઢોડીયા સાથેના મેળાપીપણા હેઠળ સીધી આમંત્રિત સભ્યોની નિમણૂક કરી છે, જેમાં હાલની બનેલી તાલુકા આયોજન સમિતિમાં સમાવિષ્ટ ચાર સભ્યો પૈકી ત્રણ સભ્યો એ.પી.એમ.સી બુહારી નામની સહકારી સંસ્થાના હોદ્દેદારો છે, જે પૈકી એક ધારાસભ્ય પુત્ર દીગેન્દ્રભાઈ છે તથા એ.પી.એમ.સી. ઉપપ્રમુખ કે જેમના પુત્રની વિનીત કોર્પોરેશન નામની એજન્સીથી તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટ લઇ કામ કરે છે અને એજન્સી પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા વિજિલન્સ તપાસ માટે અરજીઓ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...