તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાલોડ કોંગ્રેસ દ્વારા પ્રયોજના વહીવટદાર કચેરીના ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તાધીશોની CBI તપાસ કરવા માટે વાલોડ ઇન્ચાર્જ મામલતદારને આવેદન

વાલોડ ખાતે વાલોડ તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રયોજના વહીવટદાર કચેરી ખાતે વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થઇ તથા જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોની CBI તપાસ કરવા માટે વાલોડના ઇન્ચાર્જ મામલતદાર જગદીશભાઈ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વાલોડ ખાતે આજ રોજ વાલોડ તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા વાલોડના ઇન્ચાર્જ મામલતદાર જગદીશભાઈ ચૌધરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રાયોજના વહીવટદારની કચેરી આવેલ છે, જે કચેરીમાં વિવિધ યોજનાઓ સરકાર દ્વારા આવતી હોય છે, જેમાં આદિમ જૂથની યોજનાઓ અને આદિવાસી લોકો માટેની યોજનાઓ આવેલી હોય છે, પરંતુ કચેરીના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા જે તે યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા દેતા નથી, આ યોજના બારોબાર વિવિધ બિનઆદિવાસીઓની એજન્સીઓ દ્વારા ઉચાપત કરવામાં આવતો હોય છે.

સરકાર આદિવાસી વિસ્તારો માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ તે રૂપિયા ક્યાં જાય છે તે ખબર પડતી નથી, તે કરોડો રૂપિયાનો વિકાસ કે યોજનાઓ દેખાતી નથી. હાલમાં તાપી જિલ્લાના ભાજપના માજી પ્રમુખ બિપીનભાઈ ચૌધરી દ્વારા એવા આક્ષેપો કરેલ છે કે અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા કૌભાંડો કરતા હોય છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ તપાસ થતી નથી, અને માહિતી પણ આપવામાં આવતી નથી, જેથી ભ્રષ્ટાચારની નિષ્પક્ષ CBI દ્વારા તપાસ થાય તો ઘણા અધિકારીઓ અને સત્તાધીશોના કાળા ચિઠ્ઠા બહાર આવે એવા છે, ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીઓના ફક્ત નામો મંગાવી લેવામાં આવે છે તાલીમ આપ્યા વિના પ્રમાણપત્રો આપવામાં આવે છે, અને તાલીમના રૂપિયા એજન્સી અને અધિકારીઓ હડપ કરી જાય છે, તેથી CBI દ્વારા નિષ્પક્ષ તપાસની માંગણી વાલોડ તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

જો યુવક કોંગ્રેસની માંગણીઓ સાત દિવસમાં આપવામાં ન આવે તો તા. 07મી જુલાઈના રોજ વાલોડ ખાતે TSP કચેરીને તાળાબંધીનું કાર્યક્રમ કોરોના મહામારીમાં કરવો પડશે જે અંગેની સીધી જવાબદારી સરકારની અને તંત્રની રહેશે એવું આવેદનપત્રમાં યુવક કોંગ્રેસે જણાવ્યું છે. આવેદન પત્ર યુવક કોંગ્રેસના મેહુલભાઈ ચૌધરી અંધાત્રી, તાલુકા પંચાયત સભ્ય સતિષભાઈ ચૌધરી,જોસેફભાઈ ગામીત,તાપી જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ અલ્તાફ કાઝી વગેરે કોંગ્રેસના પદાધિકારીઓ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...