તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:આદિવાસી સમાજ દ્વારા વાઘદેવની પુજા કરાઈ

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાઘદેવની પુજા અર્ચના કરાઇ. - Divya Bhaskar
ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાઘદેવની પુજા અર્ચના કરાઇ.
  • ડોલવણ સહિત તાપી જિલ્લાના અનેક ગામોમાં વિશેષ પૂજા સંપન્ન

ડોલવણ તાલુકાના ગામોમાં વાઘદેવની પુજન હલમુડી, રાયગઢ અને અમોનિયા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ ગામના ભગતે વાઘ દેવ (ડુંગર દેવ) પુજી તેરા સનની ઉજવણી કરવામાં આવી હતી. ડોલવણ તાલુકાના ગામોમાં ચોમાસાની શરૂઆત થાય એટલે પ્રકૃતિ પુજન આદિવાસી ઓ આરાધ્યદેવ ડુગરદેવ ની પુજા કરે છે.

અને ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ હલમુડી, રાયગઢ અને અમોનિયા ગામે વાઘદેવની પુજન વિધી ગામના ભગત દ્રારા કરવામાં આવી હતી વડીલો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે હલમુડી જુથ ગ્રામ પંચાયતના સરપંચ સોનીબેન કોકણી કારોબારી અધ્યક્ષ શ્રી જયદીપભાઈ ગાવિત ભગત તુળજીભાઈ કોકણી જાગલે ભગુભાઈ કોકણી સહિતના લોકો હાજર રહ્યા હતા અને હષૅ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતીઆદિવાસીઓ હંમેશા પ્રકૃતિની પુજન અર્ચન કરીને શુભ કાર્ય ની શરૂઆત કરે છે નવાં ચોમાસામાં પ્રથમ વખત વરસાદ થાય એ સમયે સમગ્ર વિસ્તારમાં વાઘદેવની પુજન વિધી કરવામાં આવે છે. ડોલવણ તાલુકાના ગામોમાં રવિવારે વાઘદેવની પુજન વિધી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...