કોરોના વેક્સિનેશન:બાજીપુરાના સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિનેશન ઝૂંબેશ

વાલોડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

“વેક્સિન વિશેની અફવાઓથી દૂર રહી સરકારના અભિયાનને જનભાગીદારીથી સાર્થક બનાવીએ કલેકટર આર.જે.હાલાણી.’ વિશ્વમાં કોરોના કહેરથી બચવા માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસની ભયાનકતા સામે ઝઝુમવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી તમામ લોકોની તંદુરસ્તી જળવાય તે માટે જહેમતભરી કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના સામે ઢાલની જેમ રક્ષણ આપતી વેક્સિન તમામ લોકો સુધી પહોંચે અને લોકો સુરક્ષિત બની જાય તે માટે સરકાર કટીબધ્ધ છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે સ્વામીનારાયણ મંદિર ખાતે કલેકટર આર. જે. હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની ઉપસ્થિતિમાં ઝૂંબેશ સ્વરૂપે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ રસીકરણની કામગીરીને વેગવાન બનાવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો પણ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના કલેકટર આર.જે.હાલાણીએ લોકોને વેક્સિન વિશેની ભ્રામક વાતોથી દુર રહી ખોટી માન્યતાઓમાં ન દોરાવા અપીલ કરી હતી. સાથે સોશ્યલ મીડિયાના ખોટા મેસેજ મળે તો આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો. બાજીપુરા ખાતે બીજા ડોઝમાં બધા જ હરીભક્તોએ ઉત્સાહપૂર્વક રસીકરણ કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...