તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ:વાલોડ TDO સામે સભામાં ઠપકા દરખાસ્ત મુકવા ચીમકી આપનારા ભાજપના ચાર સભ્યનો યુ ટર્ન

માયપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાસકના સાત સભ્યો પૈકી 4એ ગેરસમજમાં સહી કરી અસંમતિ દર્શાવી હોવાનું જણાવ્યું

વાલોડ તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યોએ 15માં નાણાપંચ તાલુકા કક્ષાની આયોજન કમિટીમાં ચાર આમંત્રિત સભ્યોની નિમણૂંક સામે કેટલાક પ્રશ્નો મૂકી આ સમિતિની રચના સામે પ્રશ્નો કરી આવનારી સામાન્ય સભામાં ટીડીઓ ઠપકા દરખાસ્ત મુકવાની ચીમકી આપનારા ભાજપના 7 પૈકી 4 સભ્યોએ ગેરસમજમાં સહી કરી હોવાનું જણાવી સમિતિની રચના યોગ્ય હોવા બાબતે સહી કરી સંમતિ આપી હતી. ભાજપ શાસક પક્ષના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિના મહત્વના હોદ્દેદારોએ ટસથી મસ ન થતાં નારાજગી દર્શાવતા હાલ ઉકળતો ચરૂ જેવી પરિસ્થિતિ થઈ હતી.

વાલોડ તાલુકા પંચાયતમાં 15 માં નાણાપંચ તાલુકા કક્ષાની આયોજન કમિટીમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચાર આમંત્રિત સભ્યોની નિમણૂંક સામે વિપક્ષ કોંગ્રેસના સાત સભ્યોએ લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો. ત્યાં ગતરોજ તા.31મી ઓગષ્ટના રોજ વાલોડ તાલુકા પંચાયતમાં શાસક ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક પત્ર લખવામાં આવેલ જેમાં જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત કરવાનું પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશેની ચીમકી આપવામાં આવી હતી. જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે આમંત્રિત સભ્યોના નામો રદ કરી ચૂંટાયેલા શાસક પક્ષના સભ્યો સાથે સંકલન કરી નવા નિમણૂક નવા નામોની નિમણૂક કરવામાં આવે તે માટે જાણ કરતા વાલોડ ભાજપના એક જૂથના આગેવાનોએ ગતરોજ સાંજથી ચક્રો ગતિમાન કરી ડેમેજ કન્ટ્રોલ કરવાનો મરણીયો પ્રયાસ કર્યો હતો.

શાસક ભાજપના સાત સભ્યો પૈકી ચાર સભ્યોને તમામ મોરચે મહેનત કરી ચાર સભ્યોની સહીઓ લઇ સમિતિની રચનામાં સમર્થન આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ કરેલી સહી ગેરસમજમાં કરી હોવાનું લેખિતમાં આપ્યું છે અને શાસક પક્ષના નારાજ જૂથના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને માનવામાં હાલ સફળતા મળી નથી. પ્રમુખ સિવાયના હોદ્દેદારોએ હજી નારાજગી દર્શાવી જે ભાજપમાં વાટાઘાટ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...