તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:શિકેર ગામે આજાજી ફાર્મમાંથી અઢી વર્ષીય દીપડી પાંજરે પુરાઈ

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના શિકેર ગામે થી આજાજી ફાર્મ માંથી અઢી વર્ષ ની દીપડી પકડાયી. - Divya Bhaskar
વાલોડ તાલુકાના શિકેર ગામે થી આજાજી ફાર્મ માંથી અઢી વર્ષ ની દીપડી પકડાયી.
  • રાત્રિના સમયે મારણ ખાવા આવતાં દીપડી પકડાઈ

વાલોડ તાલુકાના શિકેર ગામે આજાજી ઓર્ગેનિક ફાર્મ ખાતે ખેતરોમાંથી કેટલાક દિવસથી આંટાફેરા મારતા દિપડાને પકડવા જંગલખાતા તરફથી મુકવામાં આવેલ પાંજરામાં અઢી વર્ષીય દિપડી પાંજરે પુરાતા આજુબાજુના ખેડૂતોને રાહત થઇ હતી.

શિકેર ગામમાં તથા ખેતરોમાં દીપડાની અવર જવર હોવા અંગે તથા દીપડો દેખાવાના પગલે તથા દિપડાના પંજાના નિશાન અને ચિન્હો નજરે પડતાં માનવ વસવાટ તથા ખેતરોમાં દીપડો દેખાતાં હોવાને લીધે ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો, આ અગાઉ પણ આજાજી ઓર્ગેનિક ફાર્મમાંથી કદાવર દીપડો પકડાયો હતો. આજાજી ફાર્મથી પાવરણનું ગાઢ જંગલ હોય મોરદેવી તરફથી જંગલના માર્ગે દીપડો આવી ચઢતો હોવા અંગે અજાજી ફાર્મના મલિક જીગરભાઈ પ્રવીણભાઈ દેસાઈએ દીપડાને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓનેે જાણ કરતાં વનવિભાગના કર્મચારીઓ અને WCCB ના સભ્ય ઈમરાનભાઇ વૈદે આજાજી ફાર્મ ખાતે આવી રૂબરૂ ખેતરમાં સ્થળ ચકાસણી કરી પાંજરું મુકવામાં આવ્યું હતું, મારણ સાથે પાંજરું મુકવામાં આવતા ગતરાત્રીના મારણનો શિકાર કરવાની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઈ હતી. WCCBના મેમ્બર ઇમરાનભાઈ વૈદને આ અંગે આજાજી ફાર્મના પ્રવીણભાઈ દેસાઈએ જાણ કરતા સ્થળ પર આવી દીપડાનો કબ્જો લઇ હાલ વાલોડ વનવિભાગની નર્સરી પર લવાઇ હતી. દીપડીનો કબજો લઇ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જંગલમાં છોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...