તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓને તકલીફ:વાલોડ સીએચસી ખાતે મેઇન ગેટ પર લાઈટ ન હોવાથી દર્દીઓને તકલીફ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાની મુખ્ય હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય ગેટ પર લાઈટ ન હોવાથી રાત્રિના સમયે દર્દીઓ અને સગાઓને તકલીફ પડી રહી છે.વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય દરવાજા પર લાઈટ ન હોવાથી તાલુકામાંથી આવતા ગામડાના દર્દીઓને તથા સગાઓને અંધારામાં અવરજવર કરવી પડે છે તથા કોઈ અકસ્માત કે ઈમરજન્સી વખતે દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સ કે કોઈ ગાડી ઉભી હોય ત્યારે અંધારપટને લીધે સગાઓને તકલીફ પડી રહી છે, તાલુકા મથકે આવેલ હોસ્પિટલના ગેટ પર લાઈટની સમસ્યા છેલ્લા કેટલાક દિવસોથી જ ચાલી રહી છે.

વાલોડ નગરમાં ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચમાંથી લાખોના ખર્ચે ફળિયે ફળિયે વીજ ટાવર ઊભા કરાયા છે અને ે નદી કિનારે કે એવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે જે જગ્યાએ આવા વીજ ટાવરની જરૂર ન હોય તેમ છતાં શાસકોએ વીજ ટાવરો ઉભા કરી દીધા હતા, સામૂહિક આરોગ્ય કેન્દ્રએ તાલુકાનું મુખ્ય આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ ધરાવતું હોવા છતાં વીજ ટાવર નાખવાની તસ્દી શાસકોએ લીધી ન હતી, જેને લીધે આજે દર્દીઓ અને સગાઓ અંધારપટનો સામનો કરી રહ્યા છે. યોગ્ય કામગીરી ન થતા પ્રજાને સહન કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...